જાહેરનામા ભંગ:વ્યારામાં ભાજપના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાની રાવ

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા નગર યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી સામે પોલીસ ફરિયાદ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વ્યારા નગર માં યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરયો જેમાં જાહેરનામા ભંગ ની ફરિયાદ નોંધાઈ હતી.વ્યારા પોલીસ મથકે સામાજિક અંતર ભંગ નો ગુનો દાખલ કરવા માં આવ્યો વ્યારા શહેર યુવા મોરચા ના પ્રમુખ સ્વપ્નિલ વ્યાસ અને મહામંત્રી અક્ષય પંચાલ સહિત બીજા અન્ય માણસો સામે ફરિયાદ વ્યારા પોલિસ મથકે નોંધાતા ભાજપ ના આગેવાનો માં દોડધામ વધી જતાં પોલીસ મથક દોડી આવ્યા હતા.

વ્યારા નગરના સયાજી મેદાનમાં વ્યારા નગર યુવા મોરચા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ સ્વપ્નિલ વ્યાસ અને મહામંત્રી અક્ષય પંચાલ સહિત અન્ય આગેવાનો નેજા હેઠળ ભાજપ જનતા પાર્ટી ના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ભાજપ ના હોદેદારો કોવિડ ની ગાઈડલાઈન નું પાલન ન કરતા ટોળે ટોળે ઉભા રહી નિયમ ના ઉલધન કર્યું હતું.

એક તરફ સરકાર અને તાપી જિલ્લા વહીવટી તંત્ર કોરોના ના અટકવા દિન રાત એક કરી રહ્યા છે.જ્યારે બીજી તરફ ભાજપ ના લોકો કાર્યક્રમ યોજી નિયમ તોડી રહ્યા છે.હાલ કોરોના ચાલી રહ્યો છે. જેનો જાહેરનામું પણ ચાલી રહ્યું હોવા છતાં ભાજપના સત્તાધીશો દ્વારા ઉજવણી દરમિયાન મોટા પાયે ભેગા થયા હતા તેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી રાખતા એ બાબતે વ્યારા પોલીસને જાણ હાય હતી.જેને લઇને વ્યારા પોલીસ ના એ.એસ.આઇ ભીખાભાઈ જેઠાભાઈ એ ફરિયાદી બનીને જાહેરનામા ભંગના ગુનો કરવા યુવા મોરચાના પ્રમુખ એવા જે સ્વપ્નિલ ભાઈ વ્યાસ રહે વ્યારા અને મહામંત્રી અક્ષય ભાઈ પંચાલ સહિત અન્ય માણસો વિરોધ ગુનો નોંધી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...