તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:વાલોડના ઉપસરપંચ રાજેશ્વરીબેન ઠાકોરને સરપંચનો ચાર્જ સોંપાયો

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચને કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમણને કારણે અકાળે અવસાન થઈ જતાં ખાલી પડેલ જગ્યા માટે ઉપસરપંચના હોદ્દાની જગ્યા ભરવા માટે તારીખ 7 મીના રોજ ચૂંટણી કરતાં રાજેશ્વરીબેન ધર્મેન્દ્રસિંહ ઠાકોર ચુંટણી પ્રક્રિયામાં 9/0 થી ચુંટાઈ આવ્યાં હતાં,તા.10 મી મેના રોજ તાલુકા વિકાસ અધિકારી વાલોડ દ્વારા ઉપસરપંચને પત્ર દ્વારા જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની જોગવાઈઓ મુજબ સરપંચની ખાલી જગ્યા માટે ઉપસરપંચ તરીકેનો ચાર્જ સંભાળી ફરજ બજાવવાની થાય છે, પરંતુ ઉપસરપંચ અને સરપંચ એક સાથે કોરોના કાળમાં અવસાન થતાં. બન્ને જગ્યાઓ ખાલી હતી, હવે ઉપસરપંચની ચૂંટણીમાં રાજેશ્વરીબેન ચૂંટાઇ આવ્યા હતા. જેમને તાલુકા વિકાસ અધિકારી વાલોડના પત્ર અનુસંધાને વાલોડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સંભાળી લેવા પત્ર પાઠવવામાં આવતા રાજેશ્વરીબેન ઠાકોર દ્વારા સરપંચ તરીકેનો ચાર્જ સંભાળી સરપંચ તરીકેની જવાબદારી સ્વીકારી છે. રાજેશ્વરીબેન ઠાકોર સરપંચ તરીકે જવાબદારી સ્વીકારતાં તેમના સાથી શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...