તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ગુરુવારે બપોર બાદ તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

તાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં વરસી રહેલા હળવાથી ભારે વરસાદના લીધે ખેડૂતો ચોમાસાની વાવણીના કામમાં લાગી ગયા છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા. 6 ઓગસ્ટના રોજ સવારે 6 કલાકે પૂરા થતા ચોવીસ કલાક સુધીમાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ 85 મી.મી વરસાદ નોંધાયો છે.

વાલોડ તાલુકામાં સૌથી ઓછો 1 મીમી. જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વાલોડ 376 મીમી, સોનગઢ 360 મીમી, ડૉલવણ 501 મીમી, વ્યારા 401 મીમી, કુકરમુન્ડા 347 મીમી, ઉચ્છલ 183 મીમી અને નિઝરમાં 456 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડૉલવણ 501 મીમી અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં 183 મીમી વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...