વર્કશોપ:કુદરતી સંશાધનોની ઉપયોગ કરી ખેતીમાં આગળ વધવું

વ્યારા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારામાં ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગના સહયોગથી 330 લોકોએ ભાગ લીધો

વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર વર્કશોપ અને કિસાન મેળો કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર રાખવામાં આવ્યો હતો. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગના સહયોગથી ખેડૂતો અને અધિકારીશ મળીને કુલ 330 લોકોએ ભાગ લીધો હતો. અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત કલેકટર એચ. કે. વઢવાણીયા દ્વારા કૃષિલક્ષી પ્રદર્શનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કલેકટર એચ. કે. વઢવાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતી કરી ખર્ચ બચાવવા તેમજ ટકાઉ ખેતી કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. વધુમાં તેમણે તાપી જિલ્લાના કુદરતી સંશાધનોની યોગ્ય ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી અંગે આગળ વધવા હાકલ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. સી ડી પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે તાપી એ સમજાવ્યું કે તાપી જિલ્લામાં પ્રવર્તમાન ખેતી પદ્ધતિને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ તરફ લઈ જવા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવતા તાંત્રિક માર્ગદર્શન અંગે ખેડૂતોને અવગત કર્યા હતા.

વધુમાં તેમણે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના અવકાશ અંગે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. ડૉ. કેદારનાથ કુશ્વાહા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર ન.કૃ.યુ. વ્યારા દ્વારા બાયોફોર્ટીફાઇડ પાકોની જાતો વિશે તેમજ ધાન્યપાકોમાં સંકલિત રોગજીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા તેલીબિયા પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધ્તિ અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સી. સી. ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી, તાપીએ NFSM અંતર્ગત કઠોળ પાકોની યોજનાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી માન ધન યોજના તેમજ i ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા વિશે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે e KYC કરાવવા અંગે હાકલ કરી હતી. ડૉ. બ્રિજેશ શાહ, નાયબ પશુપાલન નિયામક તાપી દ્વારા પશુપાલન ને લગતી સહાય યોજનાઓ વિશે માહિતી આપી કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે પશુપાલકોને દુધાળા પશુઓની માવજત વૈજ્ઞાનિક ઢબે કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજવામાં આવી હતી જેમાં કેવીકે-તાપીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રતિલાલભાઈ વસાવા દ્વારા તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં કૃષિ મંત્રાલય ભારત સરકારના માનનીય કૃષિમંત્રી શ્રી એન. એસ. તોમર દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુંુ.

અન્ય સમાચારો પણ છે...