તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:વ્યારામાં મુખ્ય માર્ગના મસમોટા ખાડાથી પ્રજા ત્રાહિમામ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના વિરોધ બાદ પણ મરામત ન થતાં રોષ છવાયો

વ્યારા નગરના પસાર થતા મુખ્ય માર્ગ પર કાનપુરા વિસ્તારમાં ઠેર-ઠેર ખાડાનું સામ્રાજય છવાઈ જતા સ્થાનિકો સહીત વાહનચાલકોને મુશ્કેલી વધી હતી હાલ ઊડતી ધુળ ની ડમરી ના કારણે સ્થાનિક લોકો ની હાલત કફોડી બની છે. ગત થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ કરાયો હતો. તેમ છતાં વરસાદ બંધ થયો અને એક સપ્તાહ વીતી જવા નગરપાલિકા દ્વારા ખાડાઓ નું પુરાણો ન કરાવતા મુશ્કેલી વધી ગઈ હતી.

વ્યારા નગરપાલિકા ભલે વિકાસના બણગા ફુંકી રહી છે. પરંતુ કેટલાક સ્થળો પર વાસ્તવિકતા બહાર આવી રહી છે. વ્યારાના કાનપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ઠેર ઠેર મોટા ખાડાઓ ના નિર્માણ થઈ ગયો હતો. જેને લઈને કોંગ્રેસ ના વિરોધ પક્ષ ના સભ્યો દ્વારા રસ્તાઓ ના પુરાતા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ કર્યો હતો. તે વાતને પણ દસ દિવસથી વધુ વીતી જવા છતાં નગરપાલિકાના શાસકો દ્વારા રસ્તા પૂરવા પડે કોઈ પગલા લીધા ન હતા હાલ વરસાદ પણ એક સપ્તાહ થી બંધ થઈ ગયો છે. વ્યારા નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ કેટલી વાર આ રસ્તા પર પસાર થઇ રહ્યા છે. તેમ છતાં લોકોને પડતી મુશ્કેલીઓ માટે રસ્તાનો રીપેરીંગ કામ ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકા દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી અને તાત્કાલિક કાનપુરા ના મુખ્ય માર્ગ પર પડેલા ખાડા પુરાવી સમાર કામ કરાવે એ જ માંગ ઉઠવા પામી છે.સ્થાનિકો દ્વારા રસ્તો તાકીદે ન રીપેરીંગ કરે તો આવનાર પાલિકા ની ચૂંટણી માં મત માગનાર નેતાઓ પાસે જવાબ માગે તો નવાઈ નહિ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો