તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ડોસવાડા વેદાંન્તા ઝીંક કંપનીને પ્રદૂષણ બોર્ડની લોક સુનાવણી અને પ્રોજેક્ટ રદ કરવા માંગણી

માયપુર/ વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોસવાડા વેદાંત ઝીંક કંપનીને પ્રદુષણ બોર્ડની લોક સુનાવણી અને પ્રોજેક્ટ રદ કરવા આદિવાસી પંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. - Divya Bhaskar
ડોસવાડા વેદાંત ઝીંક કંપનીને પ્રદુષણ બોર્ડની લોક સુનાવણી અને પ્રોજેક્ટ રદ કરવા આદિવાસી પંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
  • મુખ્ય સચિવને ઉદ્દેશી આદિવાસી પંચ દ્વારા આવેદન, ગોવા, તામિલનાડુ અને ઓરિસ્સામાં કંપનીને જાકારો મળ્યો છે

ડોસવાડા તાલુકો સોનગઢ ખાતે કંપનીને પ્રદૂષણ બોર્ડની લોક સુનાવણી અને પ્રોજેક્ટ રદ કરવા આદિવાસી પંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.ભારતના સંવિધાનના અનુચ્છેદ 244(1) તથા પાંચમી અનુસૂચિના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં રહેતા આદિવાસી પંચના સભ્યોએ આજરોજ મુખ્ય સચિવ ગુજરાત રાજ્ય ગાંધીનગરને ડોસવાડા ઝીંક કંપનીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું,

જેમાં જણાવવામાં આવ્યું કે તા. 14/10/ 2020 ના રોજ સરકાર દ્વારા વેદાન્તા કંપની સાથે એમઓયુ કરી પાંચમી અનુસૂચિ વિસ્તારના આદિવાસીઓની જમીન સંપાદન કરી ઝીંક ફેક્ટરી બનાવવા ભારતના સંવિધાન વિરૂદ્ધ કાર્યવાહી કરી એક ખાનગી કંપનીને જમીન આપી દેવામાં આવી છે, જેને કોઇ કાયદેસરની આદિવાસી સલાહકાર સમિતિ સાથે ચર્ચા કરી નથી કે તેના પર રાજ્યપાલ કોઈ નોટીફીકેશન કરવામાં આવેલ નથી.

સરકાર દ્વારા જમીન જાહેર હિતમાં સંપાદન કરી જીઆઇડીસી આપવામાં આવેલ હતી, જે જમીન હેતુફેર કરી સ્થાનિકોની મંજૂરી વિના વેદાન્તા ખાનગી કંપનીને જમીન ફાળવી છે. ડોસવાડા વિસ્તાર પાંચમી અનુસૂચિ છે. જમીન સંપાદનના કાયદા મુજબ પાંચ વર્ષમાં કોઈપણ જમીન જે હેતુ માટે લીધું હોય તે હેતુ માટે વપરાય તો તે જમીન જે તે માલિકને પરત આપવાનો સરકારનો કાયદો છે, જેનો હાલ ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું છે, જેથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. તાપી જિલ્લામાં મોટેભાગે જમીન સંપાદન કરવામાં આવી છે.

ડોસવાડા વિસ્તારમાં ડેમનું પાણી આજદિન સુધી ડેમમાંથી આપવામાં આવ્યું નથી, જ્યારે ડોસવાડા ડેમના પાણીનું પણ ખેડૂતોને બદલે ઝીંક વેદાન્તા કંપનીને રોજના 4.5 કરોડ લીટર પાણીની જરૂરિયાત હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે. જિલ્લામાં આદિવાસીઓનું આવકનું સાધન ખેતી હોય અને આજુબાજુના ખેડૂતો પાયમાલ થઈ જશે. પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે નહીં. આ પ્રોજેક્ટ જે ગંભીર પ્રકારના પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે.

કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરવાનું આયોજન નથી, જે માનવજાત અને જીવ સૃષ્ટિ નુકસાન કરશે. કંપનીને ડોસવાડામાં મંજૂરી આપી છે તે કંપનીને દુનિયાના ત્રણ દેશોમાં બ્લેક લિસ્ટ જાહેર કરી છે. સાથે ભારત દેશમાં ગોવા, તામિલનાડુ અને ઓરિસ્સામાં કંપનીને જાકારો મળ્યો છે તો આવી કંપની ડોસવાડામાં બનાવવામાં આવી છે તે રદ કરવા એવી માંગ કરી છે.

સરકારના કાયદા મુજબ કોઈપણ કંપની આવે એ પહેલા વસતા લોકો પર શું અસર થશે તેનો અભ્યાસ કરવો પડે જે કંપની કર્યો નથી. એની કોઈ વિગત રીપોર્ટમાં જણાવવામાં આવી નથી. વેદાન્તા રિપોર્ટમાં 10 કિલોમીટરના વિસ્તારમાં ફોર્ટ કે જંગલ નથી એ તદ્દન ખોટી માહિતી આપી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યા છે.

હાલ સુનાવણી મોકૂફ
આદિવાસી પંચના સભ્યો કલેક્ટર તાપીને રૂબરૂ મળતા જણાવ્યું કે પ્રાદેશિક કચેરી, પ્રદૂષણ બોર્ડના અધિકારીને સૂચના આપી દેવામાં આવી છે કે જે લોક સુનાવણી 05/07/2021ના રોજ રાખવામાં આવેલ છે એને પાછળ કરવી (હાલ રદ કરવી ) જણાવી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...