રાહત:તાપી જિલ્લાની કોલેજોમાં P.Gના સેન્ટરો શરૂ થશે

વ્યારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘર આંગણે ઉચ્ચ અભ્યાસ મળી રહેતા વિદ્યાર્થીઓને અન્ય જિલ્લા સુધી લાંબા નહીં થવું પડે

તાપી જિલ્લાની વિવિધ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના સેન્ટરો ન હોવાથી વિદ્યાર્થીઓને ઘણી હાલાકી પડતી હતી. પરંતુ હાલ વિવિધ સેન્ટરો શરૂ કરવા કાર્યરત કરવામા આવશે જે આદિવાસી આંતરિયાળ વિસ્તારના અનુસ્નાતક કોર્ષ શરૂ થવાથી તાપી જિલ્લા ના વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સરળ થસે તાપી જિલ્લાની આર્ટસ એન્ડ કોમર્ષ વ્યારા કોલેજ,આર્ટસ કોલેજ બુહારી, સરકારી આટર્સ એન્ડ કોમર્ષ કોલેજ સોનગઢ, સરકારી આર્ટસ કોલેજ ઉચ્છલમાં અનુસ્નાતક કેન્દ્રો કાર્યરત કરવામા આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન તાપી જિલ્લાની કોલેજોમા સ્નાતક થઈને નિકળતા દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા 800 કરતા પણ વધારે હોય તે વિદ્યાર્થીઓને P.G ના કોર્ષના વિષયો ના અભ્યાસ માટે ઘરમપૂર,રાજપીપળા ,જંબુસર,સુરત જેવાઅનુસ્નાતક કેન્દ્રો માં પ્રવેશ લઈ આદિવાસી વિસ્તાર ના વિદ્યાર્થીઓને જઈ ભણવુ પડતુ હતુ અને રૂમ ભાડી રાખીને રહેવુ પડતુ આ બધો ખર્ચ પહોંચી વળાઈ તેમ નથી જેના કારણે વિદ્યાર્થી અભ્યાસ છોડી દેતા હતા. તાપી જિલ્લા ડોર્પઆઉટ નો રસીયો વધી રહ્યો હતો.

જેથી વિદ્યાર્થીઓના તાપી જિલ્લા NSUI વતી અધ્યક્ષ અવિનાશ જાદવ અને અકુંર વસાવા દ્ધારા તાપી જિલ્લા કલેકટર ને વારંવાર રજુઆત કરવામા આવી હતી. જેના રોજ કલેકટર કચેરી ખાતે બંઠક યોજાઇ હતી. જેમાં VNSGU યુનિવર્સિટી ના કુલપતી ડો.કિશોરસિંહ ચાવડા તેમજ તાપી જિલ્લાની વિવિધ કોલોજોના આચાર્યની ઉપસ્થીતીમાં તાપી જિલ્લાની કોલેજોમાં અનુસ્તાક કેન્દ્રો શરૂ કરવા વિગતો સહિત નિયત નમુના માં મજુંરી મેળવવા દરખાસ્ત કરી VNSGU યુનિવર્સીટી સુરત ખાતે કરવામા આવી હતી .

જે અનુસંધાને 11.8.21 ના રોજ તાપી જિલ્લા ની કોલેજો આર્ટસ એન્ડ કોમર્ષ કોલેજ મા MA-સમાજશાસ્ત્ર,આર્ટસ કોલેજ બુહારી મા MA-અંગ્રેજી ,સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ મા Mcom-એકાઉનટન્સી તથા સરકારી આર્ટસ કોલેજ ઉચ્છલ મા MA-ઈતિહાસ મા અનુસ્નાતક પ્રવેશ કરવામા આવ્યો હતો.તાપી જિલ્લા ના NSUIના સઘન પ્રયાસો બાદ તાપી જિલ્લાના વિદ્યાર્થીઓના હિત માટે કામગીરી રંગ લાવતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો હતો.

ઉચ્ચ અભ્યાસની સવલતથી જિલ્લામાં શિક્ષણનું સ્તર ઉંચુ જશે
તાપી જિલ્લા ની કોલેજોમા P.G અનુસ્નાતક કોર્ષોના સેન્ટરો કાર્યરત કરવામા આવશે જે આદિવાસી આંતરિયાળ વિસ્તાર ના અનુસ્નાતક કોર્ષ શરૂ થવાથી તાપી જિલ્લા ના વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સરળ બનશે અને તાપી જિલ્લામાં શિક્ષણનું સ્તર ઉંચુ જશે.