અપીલ:વારસાગત સિકલસેલથી પિડાતા લોકોને કોરોના રસી લેવી જરૂરી

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધારપાડા પીએચસી ખાતે રસી લેવાની અપીલ કરાઈ

હાલ તાપી જિલ્લામાં કોરોના કેસો નહિવત પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્રની જહેમત ભરી કામગીરી બાદ જિલ્લામાં કોરોના કેસોને કાબુ કરવામાં સફળતા મળી છે. જિલ્લા વહિવટી તંત્ર સાથે રસીકરણ ઝૂંબેશમાં બંધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સિકલસેલ રોગ બાબતે સાથે રસીકરણ માટે માહિતી આપી હતી. લોકોએ ઉત્સાહભેર રસીનો ડોઝ લઈ પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કર્યા છે.

બહુધા આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ઘણાં લોકો વારસાગત રોગ સિકલસેલથી ઘેરાયેલા છે. આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી બંધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલ રોગ ધરાવતા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓને કોરોનામાં કઈ રીતે કાળજી રાખવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકમાં લોકોને કોરોનાથી બચવા માટે શ્રેષ્ઠ અને અસરકારક હથિયાર કોરોના પ્રતિરોધક રસી વિશે માહિતી આપવામાં આવી હતી. લોકોને રસીકરણના ફાયદા વિશે સમજાવીને રસીનો ડોઝ લેવા અપીલ કરી હતી.બેઠકમાં સોનગઢના બંધારપાડા પીએચસીના ડો. સુજાતા પટેલ અને ડો. પરિમલ પટેલ તથા પીએચસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...