રજૂઆત:વ્યારામાં કોવિડ મૃતકોના પરિવારને સહાય ચૂકવો

વ્યારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને ધારાસભ્યએ આવેદન આપી રજૂઆત કરી

સરકાર દ્વારા કોવિડ 19માં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને 4 લાખની સહાય તાત્કાલિક ચૂકવે એ માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. વ્યારાના ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાનમાં તાપી જિલ્લામાં કોવિડ 19માં પરિવારોને સહાય મળે તે માટે વ્યારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોવિડ-19 ન્યાય યાત્રા ગુજરાતની ભાજપ સરકાર કોવિડ-19માં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને વળતર 4 લાખની સહાય સરકાર તાત્કાલિક ચૂકવવા વ્યારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા પરિવારને હાલત ખૂબ જ મુશ્કેલી ભરી બની રહી છે. સરકાર દ્વારા 4 લાખની સહાય તાત્કાલિક ચૂકવે એ જરૂરી બન્યું છે.

મૃતકોના પરિવારોને ન્યાય મળે એ માટે મામલતદાર રજૂઆત કરાઈ છે. આ પ્રસંગે વ્યારાના ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત, તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ગામીત, તાપી જિલ્લા વિરોધ પક્ષના નેતા સિદ્ધાર્થભાઈ ચૌધરી, વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગમનભાઈ ગામીત, વ્યારા તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખ રાહુલભાઈ ગામીત જિલ્લા પંચાયતના સભ્ય નીતાબેન ગામીત, મગરકુઈના સરપંચ વિજયભાઈ ગામીત તાલુકા પંચાયતના સાભ્યો, કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...