તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વ્યારામાં 25 દિવસથી બંધ પડેલું પેવરબ્લોક કામ શરૂ

વ્યારા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
6 ડિસેમ્બરે છપાયેલા અહેવાલ બાદ 25 દિવસથી બંધ પડેલું કામ ચાલુ થતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો. - Divya Bhaskar
6 ડિસેમ્બરે છપાયેલા અહેવાલ બાદ 25 દિવસથી બંધ પડેલું કામ ચાલુ થતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.
 • શરૂઆતના બે દિવસ જોરમાં કામ ચાલ્યા બાદ બંધ થઇ ગયુ હતુ

વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું આયોજન કરી રહી છે. પરંતુ તેના પર ધ્યાન ન આપતા કેટલીકવાર કામો સમયસર ન થતા લોકોને હાલાકી ભોગવી રહી જ ભોગવવી પડે છે વ્યારા નગરના પાશ્વદર્શન કોમ્પલેક્ષ પાસે પેવર બ્લોકનું કામ છેલ્લા 25 દિવસથી બંધ રહેતા સ્થાનિકો અને દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે, જે બાબતે રવિવારે દિવ્યભાસ્કરમાં અહેવાલ છપાતા પાલિકા દ્વારા તાત્કાલિક કામ શરૂ કરાયુ હતું.

વ્યારા પાલિકાએ મુખ્ય માર્ગની બાજુમાં પાશ્વદર્શન કોમ્પલેક્ષ પાસે પેવરબ્લોકનું આયોજન કર્યું હતું. પાલિકાએ ટેન્ડરીંગ કરી કામ એજન્સીને આપી દીધુ હતું. 25 દિવસ પહેલા સ્થાનિક નેતાઓ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. સ્થાનિકોને ટૂંક સમયમાં કામ પૂર્ણ થઇ જશે એવી બાંહેધરી અપાઇ હતી. શરૂઆતના એક બે દિવસ કામ પૂરજોશમાં ચાલ્યુ બાદ છેલ્લા 25 દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા ખોદી કામ અધુરૂ મૂકી દેવાતા આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો દુકાનદારો અને રાહદારીઓને મુશ્કેલી વધી ગઈ છે. ઉડતી ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકોમાં મુશ્કેલી વધી રહી છે. વ્યારા નગરપાલિકા દ્વારા આવા બધા ગંભીરતા દાખવી અને તાકીદે અધૂરા મુકાયેલા પેવરબ્લોકના કામ ચાલુ કરાવવા જેથી લોકોની પડતી મુશ્કેલીઓ દૂર થાય આ વિસ્તારમાં વાહનો પાર્ક કરવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો દ્વારા દિવ્યભાસ્કરના ધ્યાન દોર્યું હતું. સમગ્ર અહેવાલ છપાતા બીજા દિવસે પાલિકાએ બ્લોકની કામગીરી ચાલુ કરાવી દેતા સ્થાનિકોમાં રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો