તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેઘ મહેર હવે કહેરમાં ફેરવાઇ:ઓલપાડ તાલુકામા ભારે પવન સાથે વરસાદ ઝીંકાતા તૈયાર થવાના આરે પહોંચેલો ડાંગરનો પાક ધરાશયી

ટકારમાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા સહિત તાલુકાઓમાં અવાર નવાર વિવિધ વિસ્તારોમાં વરસાદ અચાનક વરસી રહ્યો છે ત્યારે ચોમાસુ સિઝન સમાપ્ત થવાના આરે છે ત્યારે ભારે ગરમી અને બફારા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગત રાત્રી દરમ્યાન ઓલપાડ તાલુકામા અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે સતત વરસાદ અને પવનને લઈ ચોમાસુ ડાંગરના ઉભા પાકો ધરાશાયી થઈ ગયા હતા. લાંબા વિરામ બાદ ફરી એક વખત હવામાન ની આગાહી વચ્ચે ચોમાસુ જામ્યું હોય તેમ જિલ્લા સહિત વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગત રોજ ઓલપાડ તાલુકામા રાત્રી દરમ્યાન અચાનક ગાજવીજ સાથે સતત પડી રહેલો વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાયો હતો જેને લઈ તાલુકાના કેટલાક ગામોમાં વીજળી ડૂલ થઈ હતી તો બીજી તરફ વરસાદ અને પવનને લઈ ખેડૂતોના ખેતરમાં ચોમાસુ ડાંગરનો પાક ધરાશાયી થઈ ગયો હતો ત્યારે કેટલાક ખેડૂતોએ ચોમાસુ ડાંગરની વહેલી રોપણી કરી હતી તેવા ડાંગર પર કંઠી આવવા પામી હતી જેને લઈ ડાંગરનો પાક તૈયાર થવાના આરે છે ત્યારે ગત રાત્રી એ પડેલા વરસાદ અને પવન ને લઈ ધરાશાયી થયેલા પાકને લઈ ખેડૂતો ને નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકામા 27 એમ.એમ એટલે કે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો