તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વ્યારાના પોષીકા ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન બેન્ક શરૂ, 17 જેટલા ઓક્સિજન મશીન વસાવ્યા છે અને કેમ્પ પણ ચાલુ કર્યો

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં પડી રહેલ ઓક્સિજન ની અછત ને પ્રાથમિક તબક્કે પહોંચાડવા માટે વ્યારામાં એક ટ્રસ્ટ દ્વારા જે લોકો ને હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ન મળતા ઘરે રહી સારવાર મેળવતા હોય અથવા તો હોસ્પિટલ માંથી વહેલી રજા મળી હોય અને તેવા દર્દીઓને પ્રાથમિક તબક્કે ઓક્સિજનની જરૂર હોય તેમને ઘરે જઈ મફત ઓક્સિજન યુનિટ આપી માનવતા મહેકવાઈ રહી છે.

તાપી જિલ્લામાં મહામારીના આ સમયે કેટલાક સેવાભાવી લોકો,સંસ્થા દ્વારા કોઈને કોઈ રૂપે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા હાથ લંબાવ્યો છે, જે મુજબ આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લા ની વ્યારામાં પણ પોષીકા ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ શરુ કરાઈ છે, જેમાં ઓક્સિજનની અછતના સમયે જે દર્દીઓને હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ન મળ્યો હોય અથવા તો હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઓક્સિજનની જરૂર હોય તેવાને મફત ઓક્સિજનની સેવા વ્યારામાં ઘરબેઠા પુરી પાડવામાં આવી છે, જેનો લાભ લઈને ઘણા દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમણે ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. વ્યારાના ટ્રસ્ટ દ્વારા 17 જેટલા ઓક્સિજન મશીન વસાવ્યા છે, અને કેમ્પ પણ ચાલુ કર્યો છે અને ઘરે ઘરે આ મશીનો આપી દર્દીઓનો હોસ્પિટલનો ધસારો ઓછો કર્યો છે.

4500 જેટલા સીટીસ્કેન કર્યા
પોષીકા ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સેકન્ડ વેવ કોવિડનો આવ્યો ત્યારે અમે 4500 જેટલા સીટીસ્કેન કર્યા, જેથી દર્દીઓએ સુરતનો ધક્કો ખાવો ન પડે, સાથે 17 જેટલા ઓક્સિજન મશીન વસાવ્યા છે અને કેમ્પ પણ ચાલુ કર્યો છે અને ઘરે ઘરે આ મશીનો આપી દર્દીઓનો હોસ્પિટલનો ધસારો પણ ઓછો કર્યો છે, જે દર્દીઓને બહુ ઉપયોગી થઇ રહ્યા છે. > હસુુભાઈ ભક્તા ટ્રસ્ટી, પોષીકા ચેરીટેબલ ફાઉન્ડેશન વ્યારા

મફત ઓક્સિજનનું મશીન અપાયું
20થી 25 દિવસથી મારા ફાધર હોસ્પિટલાઇઝ હતા, જ્યાંથી ઘરે લાવ્યા છીએ, ઘરે લાવ્યા બાદ ઓક્સિજનની જરૂર હોય તે માટે પોષીકા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મફત ઓક્સિજનનું મશીન આપવામાં આવ્યું છે, જેને લઈ રિકવરી પણ સારી આવે છે, અમે તેમનો ખુબ આભાર માનીએ છીએ. > રાહુલ વાનખેડે, લાભાર્થીના પુત્ર

અન્ય સમાચારો પણ છે...