તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:તાપી જિલ્લાના 31 કેસમાંથી 20 વ્યારા તાલુકામાં મળ્યા

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 2 દર્દીઓ કોરોના સામે જીંદગીની જંગ હાર્યા

તાપી જિલ્લામાં ગુરુવારે 1 વર્ષની બાળા ઉચામાળા વ્યારા, 10 વર્ષની બાળા વિરપોર વાલોડ, 12 વર્ષની બાળા નાના બંધારપાડા સોનગઢ સહિત કુલ 31 વ્યક્તિ કોરોના સંક્રમિત બન્યા હતા. જિલ્લામાં આજે 59 વ્યક્તિઓ સારવાર બાદ રજા અપાઈ હતી. જિલ્લા કોરોનાના કારણે 02 વ્યક્તિઓના મોત નિપજયા હતા.કોરોનાએ જિલ્લામાં જોર ધીમું કરતા રાહત થઇ રહી છે. તાપી જિલ્લામાં સપ્તાહના ચોથા દિવસે કોરોનાના સંક્રમિત દર્દીની સખ્યામાં ઘટાડો નોંધાયો હતો.

રુવારે તાપી જિલ્લામાં વાલોડ 03, વ્યારા 20, ડોલવણ 05, સોનગઢ 01, કુકરમુંડા 02 નોંધાયા હતા, જ્યારે ઉચ્છલ અને નિઝરમાં કોરોનાએ રાહત આપી હતી. તાપી જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 3214 નોંધાયા છે. હાલ જિલ્લામાં આજે સારવાર બાદ 59 વ્યક્તિઓને રજા અપાઈ છે. જિલ્લામાં હાલ 691 કેસ એક્ટિવ છે. આજે 55 વર્ષિય પુરુષ ગોલણ, તા.વાલોડ અને સોનગઢમાં બજરંગ સોસાયટીમાં 42 વર્ષીય મહિલા કોરોના અને અન્ય બીમારીના કારણે મોત થતાંકુલ મરણ આંક 144 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...