મતગણતરી:તાપીમાં 252 ગ્રામ પંચાયત પૈકી 180નું રિઝલ્ટ ડિક્લેર

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતમાં 263 સામાન્ય, 3 પેટા આમ કુલ-266 ગ્રામ પંચાયતો માટે 19.12.21 રોજ જિલ્લામાં 652 સામાન્ય અને 7 પેટા આમ કુલ-659 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં 12 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. તથા એક-કણજોડ ગ્રામ પંચાયત અંશત: બીનહરીફ જાહેર થતા કુલ-250 અને 2 પેટા ગ્રામ પંચાયતો ઉપર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે અનુસાર જિલ્લામાં કુલ-83.27 ટકા મતદાન અને પેટા ચૂંટણીમાં કૂલ-83.24ટકા મતદાન નોંધાયું હતું.

મંગળવાર ના રોજ આ લખય રહયા ત્યારે પણ અડધા ગામોની ચુંટણીના કામગીરી બાકી હતી.તાપી જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ મતગણતરી શરૂઆત મંગળવારના રોજ કરાઈ હતી પણ જો કે બેલેટ પેપરના કારણે ગણતરીમાં ઘણો સમય નીકળી જતા ઉમેદવારો સહિત તેમના સમર્થનમાં આવેલા ટેકેદારો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા એકદમ મંદ ગતિએ ચૂંટણીના પરિણામો બહાર આવવાને કારણે લોકોમાં વ્યાપી ગયો હતો.

વ્યારા તાલુકાના સરપંચ અને સભ્યોની મતગણતરી માટે વ્યારા આસન કોમર્સ કોલેજના કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં રાત્રે 9 વાગ્યા સુધીમાં કુલ-252 પંચાયતો પૈકી 180 ગ્રામ પંચાયતોના પરીણામ જાહેર થયા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ 72 ગ્રામ પંચાયતોના પરિણામો બાકી રહી જવાને કારણે રાતભર ઉમેદવારોએ ચૂંટણી સ્થળ પર ઉજાગરા કરવા પડશે.

તાપીમાં રાત્રે 9 વાગ્યા સુધીનું ગ્રામ પંચાયતોનું પરિણામ

તાલુકોકુલપરિણામબાકી
વ્યારા634518
ડોલવણ38308
વાલોડ31256
સોનગઢ735023
ઉચ્છલ22139
નિઝર16106
કુકરમુંડા972
કુલ25218072

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...