હુકમ:હત્યાના આરોપી વિજય પટેલની મિલકત જપ્તીની કાર્યવાહી કરવા કલેક્ટરને હુકમ

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મે મહિનામાં વ્યારાના બિલ્ડર નિશિષ શાહની હત્યા થઇ હતી

વ્યારા નગરમાં થયેલ 14 મેના રોજ બિલ્ડર નિશીષ શાહની હત્યા થઇ હતી, જે ગુનામાં નાસતા ફરતા આરોપી વિજય મનસુખભાઇ પટેલની મિલ્કત જપ્તીની કાર્યવાહી કરવા વ્યારા કોર્ટએ હુકમ કર્યો છે. તાપી જિલ્લા કલેકટરને રીસીવર તરીકે નિમણૂક કરાઇ છે.

આ અંગે ડીવાયએસપી એ. કે. પટેલ દ્વારા માહિતી આપતા જણાવ્યુ કે વ્યારા નગરમાં બિલ્ડર નિશીષ મનુભાઇ શાહના હત્યાનો બનાવ 14 મી મેના રોજ બનતા જે અંગે વ્યારા પો.સ્ટે.માં નોંધાઈ હતી. આ હત્યા પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર એવા (સાળા) વિજય મનસુખભાઇ પટેલ (રહે. 54 શુકન બંગલો, કાનપુરા, વ્યારા જિ. તાપી) પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય, તેની વિરુધ્ધમાં સીઆરપીસી કલમ -70 મુજબ કાયમી ધરપકડનુ વોરંટ ચીફ જ્યુડી.મેજી. વ્યારા કોર્ટમાંથી મેળવવા આવ્યો હતો, ત્યાર બાદ આરોપી વિરુધ્ધ સી.આર.પી.સી 82 મુજબ કાર્યવાહી કરતા વ્યારા કોર્ટએ આરોપીને ફરારી જાહેરનામુ બહાર પાડી દિન 30માં હાજર થવા જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ હતું. તેમ છતાં આરોપી ચીફ જ્યુડી મેજી. વ્યારા કોર્ટ સમક્ષ હાજર થયો નહોતો ત્યાર બાદ આરોપી વિજય પટેલએ હાઇકોર્ટ ગુજરાતમાં આગોતરા જામીન અરજી કરી હતી.

જેની આગોતરા જામીન અરજી 21 / 09/ 21 ના રોજ હાઇકોર્ટે નામંજૂર કરી હતી. ત્યાર બાદ આરોપી વિજય પટેલની વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ -83 મુજબ મિલ્કત જપ્તીની કાર્યવાહી થવા ચીફ જ્યુડી.મેજી. વ્યારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીની સુનવણી તા.30/09/21 ના રોજ રાખવામાં આવી હતી. આ આરોપીની મિલ્કત જપ્તીની અરજીના કામે તા.04 / 10 / 2021 ના રોજ કોર્ટે આરોપી વિજય પટેલની ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ -83 મુજબ મિલ્કત જપ્તીની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર તાપીને હુકમ કર્યો છે. જે અર્થે તાપી જિલ્લા કલેકટરને રીસીવર તરીકે નિમવામાં આવ્યા છે. જેઓ આરોપી વિજય ભાઈ મનસુખભાઈ પટેલની સ્થાવર મિલકત અને પોતાના હસ્તક લેવાની કાર્યવાહી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...