ભ્રષ્ટાચારના આક્ષેપ:વ્યારામાં ફિટ કરાઇ રહેલા પેવરબ્લોક હલકી કક્ષાના હોવાની ફરિયાદ સાથે વિરોધ પક્ષે કામગીરી અટકવી

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરોધપક્ષની સક્રિયતાએ આઠ લાખની નુકસાની થતા અટકાવી - Divya Bhaskar
વિરોધપક્ષની સક્રિયતાએ આઠ લાખની નુકસાની થતા અટકાવી
  • બે પેવર બ્લોક અથડાવો એટલે તરત તૂટી જાય એટલી ખરાબ ક્વોલિટીના હોવાની રાવ ઉઠી

વ્યારા નગરપાલિકાના પાણીની ટાંકી પાસે પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં નગર પાલિકાના વિરોધ પક્ષની ટીમ દ્વારા જઇ ચકાસણી કરતા જરૂરી પુરાવા વગર હલકી કક્ષાના પેવર બ્લોક નાખતા હોવાનું નજરે પડતા વિરોધ પક્ષના નેતા અને સભ્યો દ્વારા તાત્કાલિક પેવર બ્લોકજ ના કામ બંધ કરાવ્યું હતું અને પ્રજાના પૈસાનો દુરુપયોગ ન કરવા વહીવટી તંત્રને જાણ કરી હતી.

વ્યારા નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધપક્ષ દ્વારા શાસક પક્ષની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તે વિવાદ શમ્યો નથી ત્યાં ફરી બુધવારના રોજ વ્યારા નગરપાલિકાના વિરોધપક્ષના નિરવભાઈ અધ્વર્યુ રાજુભાઈ પંચાલ અને દિલીપ ભાઇ જાદવ તેમજ નિમેષભાઈ સરભણીયા ની ટીમ દ્વારા નગરના કામોના ચેકિંગમાં નીકળ્યા હતા. જે દરમિયાન વ્યારા નગર પાલિકાની પાણીની ટાંકી પાસે અંદાજે આઠ લાખના ખર્ચે 14 માં નાણાપંચ માંથી પેવર બ્લોકનું કામ થઇ રહ્યું છે. તેની તપાસ હાથ ધરી હતી સ્થળ પર જઇ ચકાસણી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી પુરાણ વગર હલકી કક્ષાના પેવરબ્લોક નાખી રહ્યા હોવાનો વિરોધ પક્ષે સ્થળ પર જ પુરવાર કરી દીધું હતું અને તાત્કાલિક કોન્ટ્રાક્ટરને કામ કરતા અટકાવ્યા હતા. બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકાના એન્જિનિયરને પણ સ્થળ પર બોલાવ્યા હતા. વ્યારા નગરમાં વિવિધ વિકાસના કામો થાય છે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર વિઝિટ કરવા જતા નથી.જેના કારણે કોન્ટ્રાક્ટરોને ફાવતું મળી જાય છે જે સ્થળ પર પેવર બ્લોક થઈ રહ્યા છે. ત્યાં ફાયર ફાઈટરની ટેન્કરો સહિત પાણી ભરેલીલી ટેન્કરો પસાર થવાની હોય આવા સ્થળે જો તકલાદી કામ કરી દીધું હોય તો કેટલા સમય ટકી રહે તે નગરપાલિકાએ વારંવાર આ સ્થળ પેવર બ્લોકના નાખ્યા કરવા પડે એ પરિસ્થિતિ ઊભી થઈ જતે.

વિરોધપક્ષની સક્રિયતાએ આઠ લાખની નુકસાની થતા અટકાવી
વ્યારા નગરપાલિકાના વિરોધપક્ષના ટીમ દ્વારા સ્થળ પણ મુલાકાત લીધી હતી અને એકદમ હલકી કક્ષાના પેવર બ્લોક સામાન્ય દબાણ ટુટી જાય એવા બ્લોકનું કામ અટકાવી દેતા પ્રજાના પૈસાનો દુરઉપયોગ થતો અટકાવ્યો હતો. અંદાજે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સાડા આઠ લાખના ખર્ચે પાનવાડી અને માલીવાડ માં પેવર બ્લોકના કામ થઈ રહ્યા છે. વિરોધપક્ષની સજગતા એ આઠ લાખનો ધુમાડો થતાં અટકાવ્યો હતા.

સામાન્ય સભામાં કરેલા આક્ષેપોના આ પુરાવા છે
વ્યારા નગરના પાણીની ટાંકી પાસે એકદમ હલકી કક્ષાના પેવર બ્લોકનું કામ થઇ રહ્યું હતું જે તેને તાત્કાલિક હટાવી લેવાયો છે. પ્રજાના પૈસાનો સતત દુરુપયોગ થઈ રહ્યો છે અને પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરાઈ રહ્યા છે. સામાન્ય સભામાં પણ અમારા અવાજને દબાવી દેવાયો છે, અને સબ સલામત બતલાવી દેવાઈ છે. ત્યારે હકીકત આવી છે. > નિરવભાઈ અર્ધ્વર્યુ, વિરોધપક્ષ નેતા, વ્યારા પાલિકા

અન્ય સમાચારો પણ છે...