તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:તાપી જિલ્લામાં બુધવારે કોરોનાના માત્ર બે કેસ

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવના માત્ર ૨ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 9 દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી છે. હાલ 38 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તા.2જી જુન ના રોજ જિલ્લાના સોનગઢના ઉકાઈ વર્કશોપમાં 37 વર્ષીય મહિલા અને વાલોડના ચાર રસ્તા પાસે 42 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતોઆ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ 3847 કેસો નોંધાઈ ચુક્યા છે.

અત્યાર સુધી કુલ 3668 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 800સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ 104 દર્દીઓના મોત નિપજ્યા છે. પરંતુ ધીમેધીમે તાપી જિલ્લામાં કોરોનાનો કહેર શાંત થતાં ભારે રાહત અનુભવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...