તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:તાપી જિલ્લામાં 35 ટકા જ રસીકરણ

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધતા સંક્રમણ વચ્ચે વેક્સિનેશનમાં ઢીલું વણલ મોંઘુ પડશે
 • વેક્સિન માટે 2.59 લાખ લોકોની નોંધણી
 • અત્યાર સુધીમાં માત્ર 91 બજારને રસી અપાઇ
 • વેક્સિનેશન 35% પૂર્ણ

તાપી જિલ્લામાં કોરોના મહામારી સતત વધી રહી છે. બીજી તરફ લોકો રસીકરણ લેવા માટે નીરૂત્સાહ બની રહેતા તાપી જિલ્લામાં હાલ 90,000 લોકોએ જ રસીકરણ કરતા હાલ 35 ટકા જ કામગીરી નોંધાઈ રહી છે આરોગ્ય વિભાગ દ્વારા સતત દોડધામ કરી કેમ્પ રાખી રસીકરણ વડે એ માટે પ્રયાસો કરી રહ્યા છે.

હાલ તાપી જિલ્લા રોજ માંડ માંડ હજારથી પંદરસો લોકો રસી મુકાવી રહ્યા છે, જેને લઇને રસીકરણનો ટકાવારી ઓછી થઈ રહી છે અને વેક્સિન લેવા મુદ્દે નિરાશાજનક માહોલ છવાયો છે.

લોકો ધીમે ધીમે આગળ આવી રહ્યા છે
હાલ 90 હજાર લોકોએ રસીકરણ કરાવ્યું છે. તાપી જિલ્લામાં તંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો દ્વારા કરવામાં આવેલી અપીલના પગલે વરિષ્ઠ અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકો ધીમે ધીમે કોરોના પ્રતિરોધક રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. કેમ્પ રોજે રોજ ચાલુ જ છે. > ડો.હર્ષદભાઈ પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારી, તાપી

તાલુકા મુજબ થયેલું વેક્સિનેશન

વિસ્તારનોંધણીરસીકરણ
વ્યારા રૂરલ4397115732
ડોલવણ2895011184
વાલોડ2533813174
સોનગઢ (ગ્રા)6428721936
ઉચ્છલ300948080
જિલ્લોનોંધાયેલરસીકરણ
નિઝર239237467
કુકુરમુંડા198964336
વ્યારા અર્બન128187019
સોનગઢ અર્બન105342877
કુલ25981191805
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો