તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:તાપી જિલ્લામાં શુક્રવારે માત્ર 1 કેસ નોંધાયો

વ્યારા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સંક્રમણમાં વધારો નોંધાયા બાદ શુક્રવારે કોરોના પોઝિટિવનો માત્ર 1 કેસ સામે આવતા આંશિક રાહત અનુભવાઇ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.27-નવેમ્બર વ્યારાના તાડકુવામાં આવેલા સંસ્કૃતિ રેસીડેન્સીમાં રહેતા 53 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 800ને પાર થયો છે. અત્યાર સુધી કુલ 731 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...