આગામી ચોમાસા ઋતુ-2021 દરમિયાન તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપ જિલ્લા કલેકટર આર. જે. હાલાણીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન સેવાસદનના સભાખંડ ખાતે કર્યું હતું. બેઠકમાં જિલ્લામાં વૃક્ષારોપણ કઇ રીતે વધારી શકાય તથા આ અભિયાનમાં કઇ રીતે વધુમાં વધુ લોકોને સાંકળી શકાય તે વિશે ચર્ચા કરી એભિપ્રાય મેળવવામાં આવ્યા હતા.
મેળવેલ અભિપ્રાય ઉપર તુરંત એકશન પ્લાન તૈયાર કરી કામગીરી કરવામાં આવશે, જેમાં દરેક સરકારી કચેરીના પ્રાંગણમાં, જિલ્લાને જોડતા ગામોના રસ્તાઓની આસપાસ, ગ્રામ્ય કક્ષાએ તળાવો, શાળા, પી.એચ.સી, સી.એચ.સી, આંગણવાડી તથા અન્ય જાહેર સ્થળોએ નાગરિકોની ભાગીદારી સાથે બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. વધુમાં ગામના દરેક ઘરે માટે એક-એક ફળના રોપા આપવામાં આવશે.
બેઠકમાં કલેકટરે જણાવ્યુ કે તાપી જિલ્લામાં વધારેમાં વધારે વૃક્ષો હોય અને એની કાળજી રાખવી તમામની ફરજ છે. માત્ર રોપા રોપીને આપણી કામગીરી પૂર્ણ થતી નથી. રોપા લગાવ્યા બાદ તેને ઓછામાં ઓછા 2 વર્ષ સુધી વ્યવસ્થિત પાણી અને ખાતર આપી માવજત કરવા અંગે ગ્રામજનોમાં જાગૃતતા લાવવા અંગે સુચનો કર્યા હતા.
બેઠકમાંડીડીઓ ડી.ડી.કાપડીયા, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જે. જે. નિનામા, નાયબ પોલિસ વડા સંજય રાય, પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ ચૌધરી, ફોરેસ્ટ ઓફિસર, ચીફ ઓફિસર વ્યારા શૈલેષ પટેલ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.