તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:ઓલપાડના બોલાવ પાટીયા પાસે બાઈક સ્લીપ થતાં એકનું મોત,પારડીમાં લૂંટ ચલાવનારા ઝડપાયા

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડના બોલાવ પાટિયા નજીક અકસ્માતમાં એકનું મોત
ઓલપાડ તાલુકાના વડોલી થી બોલાવ જતા માર્ગે બાઇક ચાલકને અકસ્માત થયો હતો.બોલાવ જીઆઇડીસી ફળિયામાં રહેતો યુવક ધવલ મહેશભાઈ રાઠોડ ( ઉ.વ 20 બોલાવ ,જીઆઇડીસી ફળિયું )જે પોતાના કબ્જાની હીરો સ્પ્લેન્ડર GJ 5 FW 7693 લઈ વડોલી ગયો હોય ત્યારે પરત ફરતા પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી રોડ પર સ્લીપ થઈ જતા માથા અને શરીરના ભાગે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.સદર અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજા થતાં અકસ્માતમાં ઘટના સ્થળેજ બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.સદર અકસ્માત અંગે ગામના બળવંતસિંહ સોલંકીએ ફરિયાદ આપતા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ કીમ પોલીસે હાથ ધરી હતી.

પારડીના લૂંટારૂ ઝડપાયા
નવી પારડીનાં મસ્જીદ ફળીયામાં રહેતા નઝમુલ પઠાણને 12-11-2020 નાં રાત્રે નવીપારડી હાઇવે પર માથાકુટ થઇ હતી. તે વાતની અદાવત રાખી નઝમુલ વિધામંગલ સ્કૂલની પાછળનાં તળાવ વાળા રસ્તેથી મોટરસાઈકલ પર આવતો હતો. ત્યારે ત્રણ ઇસમોએ નઝમુલનું અપહરણ કરી માર મારી તેની પાસેનાં મોબાઇલ તથા રોકડા 3500 રૂપિયાની લૂંટ ચલાવી ખેતરાડીમાં ફેંકી દઇ ફરાર થઇ ગયા હતા જેની નઝમુલની માસીએ કામરેજ પોલીસ મથકે સાજીદ શમદ શેખ (રહે. રોયલ રેસીડેન્સી કિમચાર રસ્તા), શાહરૂખ સોહરાબ શેખ (રહે. મહાવીર કોમ્પલેક્ષ કીમ ચાર રસ્તા) , રમઝાન અફસલ પઠાણ ડાલમીલ તવકકલ નગર કિમચાર રસ્તા વિરૂદ્ધ અપહરણ લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

કાકરાપાર અણુમથકમાં ઉદ્ઘાટન
કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા કોલીવાડ , નાનીચેર ખાતે 233 લાખના ખર્ચે અણુમથક મત્સ્ય ભવન અને તરસાડાબાર ખાતે 435 લાખના ખર્ચે શાળાના ઓરડાઓ અને મધ્યાહ્ન ભોજન રસોઈઘરનું નિર્માણ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ , કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ( સીએસઆર ) સાઇટ ડાયરેકર એમ.પી. હંસોરાના વરદ્ હસ્તે કરાયું હતું

કીમમાં સાધારણ ભામાં યોજાઈ
ધી કીમ વિભાગ સહકારી ખેતીપાક રૂપાંતર અને વેચાણ કરનાર મંડળીની વર્ષ 2019/20 ની વાર્ષિક સાધારણ સભા સંસ્થાનાં પ્રમુખ સુરેન્દ્રસિંહ દેવધરાના અધ્યક્ષ સ્થાને મળી હતી.સદર સભામાં વિવિધ કાર્યો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.સભામાં રજૂ થયેલા પ્રશ્નો સંસ્થાના ઉપપ્રમુખ સુમનભાઈ પટેલે વિસ્તૃત ચર્ચા કરી સંસ્થા વિકાસની રૂપરેખા આપી હતી.સંસ્થાના વ્યક્તિ પ્રતિનિધિ અને બોર્ડના મંડળી પ્રતિનિધિઓ ચાલુ સાલ માટે યથાવત રાખી સભાસદોએ મંજુર કર્યા હતા.સભામાં પ્રમુખ સ્થાનેથી લીધેલા કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

ઉમરપાડામાં પતિના ત્રાસથી પત્નીનો ફાંસો
ઉમરપાડા તાલુકાના ચવડા ગામે પતિ ની મારઝૂડ અને માનસિક ત્રાસથી ત્રાસેલી પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર પતિ ની પોલીસે ધરપકડ કરી છે.ચવડા ગામે રહેતી અમીલાબેન જશવંતભાઈ વસાવા ઉંમર વર્ષ 32 છેલ્લા 18 વર્ષથી જશવંતભાઈ વસાવા સાથે પત્ની તરીકે રહેતી હતી તેમના લગ્નજીવન દરમિયાન તેઓને ચાર સંતાનો અવતર્યા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા વારંવાર ઝઘડો થતો હતો અને પતિ જશવંત અમીલાબેન ને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો જેથી અમીલાબેન પોતાના પિયર લીંબરવાણ ગામે આવી ગયા હતા

પલસાણામાં આરોપી ઝડપાયો
નવ માસ અગાઉ વરેલી ગામે શાંતિનગર પાસે રહેતી એક પરણીત મહિલાને રવિ રાજપુત ઉર્ફે કાળુ ભાગવતસીહ રાજપુત અવારનવાર ફોન કરી હેરાન કરી મહિલાનો પીછો કરી તેના ઘરે જઈ છેડતી કરતો હતો અને આ અંગે મહિલાને કહેતો હતો કે કોઈને કહીશ તો તારા પતિ તેમજ તારા બાળકોને મારી નાખીશ તેમ જણાવેલ તેમજ રવિનો મિત્ર સોનુની મદદથી મહિલાને પણ ધમકી આપી હતી, જેને લઇ મહિલાએ ગભરાઇ જઇ આ અંગે કડોદરા પોલીસ મથકે 14 માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી, જેને લઇ ધમકી આપનાર સોનુ ઠાકુરને પોલીસે ઝડપી પાડી આ ગુનાનો મુખ્ય આરોપી રવિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જે આરોપી વરેલી ગગન મીલની સામે હોવાની બાતમી આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

13મીએ ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત
માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણી અધિકારી વિજયભાઈ પાઠક, કિરણભાઈ ભટ્ટ તથા ઘનશ્યામભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં આજરોજ 15 બેઠકો પર ઉમેદવારો પૈકી પાંચ ઉમેદવાર કૌતિકકુમાર પટેલ, ચંદ્રકાંત ભગતવાલા, જયપ્રકાશ અધ્વર્યું, દિનેશચંદ્ર પટેલ તથા દિનેશભાઈ પાટિલે ઉમેદવારી પરત ખેંચતાં કુલ 18 ઉમદેવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે મહિલા અનામતમાં 3 ઉમદેવારો અને એસસીએસટી બેઠક પરથી બે ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ત્યારે 13મી ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser