વાલોડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીન પૈકી એક મશીન એક અઠવાડિયા અગાઉથી મરામત કરવાનું હોય બંધ હતું અને બીજું મશીનથી કામગીરી ચલાવવામાં આવી રહી હતી, જે મશીનમાં પણ વીકેન્ડમાં મશીનમાં નાણાં ન મુકાતા એટીએમ બંધ હાલતમાં હોવાથી શટર પાડી દેવામાં આવી હતી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ પર રાત્રિના સમયે લોકોનો ખાસ કરીને ધસારો વધારે જોવા મળે છે, લોકો નોકરી કામ ધંધોથી આવી એટીએમ પરથી નાણા ઉપાડી પોતાની ખરીદી કરતા હોય છે, બે દિવસથી રાત્રીના સમયે એટીએમ મશીન આગળ શટર પાડી દેવાતા લોકો અને ગ્રાહકો ત્રસ્ત થયા છે.
ગતરોજ અમદાવાદ જતા એક ઈસમને નાણાકીય જરૂર હોવાથી એટીએમ પર આવતા નાણાં ઉપાડી ન શકતા અને એટીએમનું શટલ બંધ પડેલું હોવાથી તકલીફો પડી હતી, આજે ભારત ડિજિટલ તરફ જઈ રહ્યો છે ત્યારે હજી પણ ડિજિટલ સેવાઓમાં પાછળ પડતું હોવાનું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.