તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શાળા શરૂ થયાના ત્રીજા જ દિવસે વ્યારામાં ધો. 12 સાયન્સના વિદ્યાર્થીનું કારની અડફેટે મોત

વ્યારા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં અકસ્માતની ઘટનાસ્થળની તસવીર તથા ઇનસેટમાં મૃતક  હિરેન ચૌધરીનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
તસવીરમાં અકસ્માતની ઘટનાસ્થળની તસવીર તથા ઇનસેટમાં મૃતક હિરેન ચૌધરીનો ફાઇલ ફોટો.
  • કટાસવાણગામની સીમમાં અકસ્માત, બાઇક સવાર બીજા વિદ્યાર્થીને ઇજા

વ્યારાના ઘાટા ગામની સીમમાં શાળાએથી પરત આવી રહેલા વિદ્યાર્થીઓની બાઇકને અકસ્માત નડતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડાયો હતો. વ્યારા સિંગી ફળિયામાં રહેતા રૂષભ ચૌધરી અને બેડકુવાનજીકના ભુરીવેલ ફળિયામાં રહેતા હિરેનભાઈ ચૌધરી પરિવાર સાથે રહે છે અને વ્યારાના ઘાટા ગામમાં એલ. એચ. હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. શાળાઓ શરૂ થતાં બન્ને બાઇક gj26 b 6918 લઈને શાળાએ ગયા હતા, જ્યાંથી શાળાથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન હિરેન ચૌધરી બાઇક ચલાવી રહ્યો હતો .બંને વ્યારા-ઘાટા રોડ પર કટાસવાણ ગામની સિમમાં પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી ગાડી નંબર gj 5 cb 4579ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા વિદ્યાર્થીઓને બાઈક સાથે અકસ્માત કરી દીધો હતો.

અકસ્માતમાં મોટરસાયકલ ચાલક હિરેન ચૌધરી(18)ને માથા તેમજ શરીર ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા વૃષભ ચૌધરી માર્ગ પર પટકતા માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.આ અંગે વૃષભ ચૌધરી ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આશાસ્પદ વિદ્યાર્થી ઉપર ગાડી ફરી ગઈ
વ્યારા ઘાટા રોડ પર પુરપાટ ઝડપે આવતી ગાડીના ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક વિદ્યાર્થી હિરેન ચૌધરીને ઉપરથી ફોરવીલ ગાડી પસાર થઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

મિત્રને મૂકવા માટે વ્યારા આવી રહ્યો હતો
ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ પૂરો કરી હિરેન ચૌધરી તેના મિત્ર વૃષભ ચૌધરીને વ્યારા સીગી ફળિયામાં મુકવા આવી રહ્યા હતા. ત્યારે હિરેનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser