તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન શિક્ષણ:તાપી જિલ્લામાં પ્રથમ દિવસે ધો. 6થી 8માં 35234માંથી 11,681 વિદ્યાર્થીની હાજરી

વ્યારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં શાળા પ્રવેશ અને ઝીગ ઝેગ પદ્ધતિઓ વિધાર્થીઓને બેસાડીયા હતા. - Divya Bhaskar
વ્યારામાં શાળા પ્રવેશ અને ઝીગ ઝેગ પદ્ધતિઓ વિધાર્થીઓને બેસાડીયા હતા.
  • વિદ્યાર્થીઓ માટે માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરી અને એક વર્ગમાં 25 બાળકો ઝીગ ઝેગ પદ્ધતિથી બેસાડ્યા

કોરોના મહામારીના શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. પહેલી લહેર ઓછી થતાં સ્કૂલો શરૂ કરાઈ હતી. પરંતુ બીજી લહેર આવતાં જનજીવન મુશ્કેલીમાં મુકાતાં સ્કૂલોને ફરી બંધ કરેવી પડી હતી. જોકે બીજી લહેરનું સંક્રમણ ઘટી જતાં શિક્ષણ વિભાગ તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. પ્રથમ દિવસે તાપી જિલ્લામાં ધોરણ 6,7,8માં 35234 વિદ્યાર્થીઓ પેકી 11,681 વિદ્યાર્થીઓ માત્ર 33.15 ટકા ઓફલાઇન શિક્ષણ માટે હાજર રહ્યા હતા.

સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા તકેદારીના પગલાં સાથે ધોરણ 6, 7 અને 8 માટે શૈક્ષણિક કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેમાં વાલીઓ પાસે સંમતિપત્ર મંગાવ્યા હતા અને 2 સપ્ટેમ્બરના રોજ શાળા વિધિવત રીતે ચાલુ કરી દેવાઈ હતી. તાપી જિલ્લામાં પ્રથમ દિવસે 33% વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વિવિધ કાર્યક્રમો કર્યા હતા, જેમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને ફૂલ આપી કેટલાક શાળાઓમાં માસ્ક અને સેનેતાઈઝર આપી જ્યારે કેટલીક શાળાઓમાં મોઢું મીઠું કરાવી બાળકોને આવકાર અપાયો હતો.

શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી ટ્રેનિંગ મુજબ એક વર્ગ માં 25 જેટલા વિદ્યાર્થીઓને ઝીગ ઝેગ પદ્ધતિઓ બેસાડ્યા હતા. બીજી તરફ છેલ્લા એક-દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણીને કંટાળી ગયા હતા, જેને લઇને ઓફલાઈન એજ્યુકેશન શરૂ થતાં જ શાળાઓ એ પહોંચી ગયા હતા. પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ હતો.

કુકરમુંડામાં સૌથી ઓછી 19.58 ટકા હાજરી
તાપી જિલ્લામાં સૌથી વધારે ઉચ્છલ તાલુકામાં 39.90 ટકા, જ્યારે કુકરમુંડામાં સૌથી ઓછી 19.58 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી. શાળાનો પ્રથમ દિવસ હોય, જેને લઇને પાંખી હાજરી હતી. બે દિવસમાં સંખ્યામાં વધારો થઈ જવાની શિક્ષકો દ્વારા જણાવ્યું હતું.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઓછા આવ્યા હતા
આજથી શાળાઓમાં 6થી 8 નું શૈક્ષણિક કાર્ય ચાલુ કરી દેવાયું છે. પ્રથમ દિવસ હોય જેને લઇને વિદ્યાર્થીઓ ઓછા આવ્યા હતા, પરંતુ બે-ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ જશે, અને નિયમિત મુજબ શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ જશે. વિદ્યાર્થીઓ અને શાળા દ્વારા કોરોના ગાઈડ લાઈન બાબતે તમામ તકેદારીના પગલાં હાલ રાખી રહ્યા છે. - જયેશભાઈ ચૌધરી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી, તાપી

અન્ય સમાચારો પણ છે...