તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા ન કરનાર દુકાનદાર સામે ગુનો

વ્યારા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વ્યારામાં દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સ માટે વ્યવસ્થા કરી ન હતી

વ્યારામાં રાત્રિના મોડે સુધી દુકાન ખુલ્લી રાખી અને ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અંગેની વ્યવસ્થા ન કરનાર અને માસ્ક નહીં પહેરનાર દુકાનદાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. હાલમાં જિલ્લા મથક વ્યારા નગર અને તાલુકામાં કોરોનાએ પોતાની પાંખ પસારી હોય તેમ દરરોજ નવા નવા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. સ્થિતિને કાબૂ માં રાખવા માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ લોકો બેદરકારી દાખવતાં હોવા ને કારણે સ્થિતિ બગડી રહી છે.

કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ કેટલાક લોકો એનો અમલ કરતા નથી. આવા જ એક કિસ્સામાં પોલીસે નિયમ ભંગ કરતા દુકાનદાર વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. વ્યારાના શિવશક્તિ નગરમાં કરિયાણાની દુકાન ચલાવતા શિવાભાઈ પોખરજી ગુર્જરે પોતાની દુકાનમાં આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ એ અંગેની કોઈ વ્યવસ્થા કરી ન હતી. એ સાથે જ એણે પોતાની દુકાનમાં ચીજવસ્તુ વિતરણ કરતી વખતે મોં એ માસ્ક પણ પહેર્યું ન હતું. આ અંગે પોલીસને જાણ થતાં મંગળવારે રાત્રે 8.50 કલાકે દુકાને પહોંચી દુકાનદાર શિવા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો