આયોજન:જિલ્લાનો એક પણ વ્યક્તિ કાયદાના જ્ઞાનથી વંચીત ન રહેવો જોઈએ

વ્યારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના એક પણ વ્યક્તિ કાયદા થી વંચિત ન રહેવા જોઈએ. દરેક વ્યક્તિને કાયદા નું સંપૂર્ણ જ્ઞાન મળે એ માટે લીગલ વિભાગ દ્વારા દરેક ગામડા માં સેમિનાર કરવામાં આવશે.એમ પ્રિન્સીપલ સીવીલ જજ એ.એસ.પાંડે દ્વારા વ્યારા ખાતે યોજાયેલ સેમિનારમાં જણાવ્યું હતું.

વ્યારા ખાતે કાયદા અને ગૃહ વિભાગ, ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન, ગુજરાત રાજ્ય અને જિલ્લા સરકારી વકીલ અને પોલીસ અધિક્ષકના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સેવા સદનના સભાખંડમાં મુખ્ય ન્યાયાધિશ એસ.વી.વ્યાસના અધ્યક્ષ સ્થાને અને કલેક્ટર એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની ઉપસ્થિતીમાં સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીગેશન વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એસ.વી.વ્યાસ દ્વારા પોલીસ તપાસ દરમિયાન ભુલો થતી અટકાવવા કાયદાની સમજ, સાચો ન્યાય થાય અને ખામી ન રહી જાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગે તથા ધરપકડ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો, કામનું ભારણ ઘટાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રિન્સીપલ સીવીલ જજ એ.એસ. પાંડે ઉપસ્થિત સૌ પોલીસ અધિકારીઓને તપાસની સાચી દિશા અંગે માર્ગદર્શન પુરુ પાડતા જણાવ્યું હતું કે, કાનૂની પાસાઓ અને તેમાં થતી નાની ભુલોના પરિણામે ક્યારેક સાચો ન્યાય મળતા ચૂકી જવાય છે, ક્રોસ કેસ દરમિયાન ઇન્વેસ્ટીગેશન ઓફિસરે ધ્યાનમાં રાખવાની બાબતો, ગુનાની જાણ થતા ત્વરીત પગલા, નિયમો અંગે કોર્ટના ચુકાદાઓના ઉદાહરણો દ્વારા સમજણ આપી હતી.

તેમણે પોલીસનો ડર નહી પરંતુ પોલીસનો વિશ્વાસ લોકોમાં કઇ રીતે વધારી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વધુમાં તેમણે છેવાડાના માનવીને કાયદાકીય જ્ઞાન મળે તે માટે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગ્રામ્યકક્ષાએ સેમિનાર કેમ્પનું આયોજન કરી લોકો સુધી સેવા પહોંચાડવા કટિબધ્ધતા વ્યકત કરી હતી.સેમિનારમાં (ડી.જી.પી) સરકારી વકીલ સમીરભાઈ પંચોલીએ માહિતી આપી હતી.

તાજપોર કોલેજના પ્રોફેસર નરેન્દ્ર જગતાપ દ્વારા સાયબર ક્રાઇમ અંગે, હેકીંગ, એથીકલ હેકીંગ, માલવેર લીંક, ડીજીટલ એવીડન્સનો કેવી રીતે ઉપયોગ કરવો, તેનો સંગ્રહ અને તે બાબતે ધ્યાનમાં રાખવાની તકેદારી અંગે વિશેષ જાણકારી આપી હતી

અન્ય સમાચારો પણ છે...