તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:તાપી જિલ્લામાં રવિવારે કોરોનાને કારણે કોઇ મોત નહીં

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
77 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી માત - Divya Bhaskar
77 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી માત
  • રવિવારે નવા 47 કેસ સામે 51 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

એક સમયે કોરોના મુક્ત બનેલું તાપી જિલ્લો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહ્યો છે એક મેથી આઠમે સુધીના એક સપ્તાહમાં તાપી જિલ્લાના સાત તાલુકામાં 565 કોરોના દર્દીઓ નોંધાયા હતા. અને 12 દર્દીઓ કોરોના ના કારણે મોત નિપજયા હતા. જેની સામે એક સપ્તાહ માં 542 દર્દીઓને કોરોનાની સારવાર બાદ રજા આપવામાં આવી હતી.જિલ્લામાં ગત સપ્તાહે આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર માટે ભારે મુશ્કેલીઓ ભર્યું બની ગયું હતું.

ગત એક વર્ષ અગાઉ તાપી જિલ્લો એ કોરોના મુક્ત જિલ્લા તરીકેનું સ્થાન પામી ચૂક્યો હતો .તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી પરિસ્થિતિ બગડતા રહેતા કોરોના સંક્રમણ દર્દીઓ ધરખમ વધારો નોંધાય રહ્યા હતા.હાલ 3000 થી વધુ કોરોના દર્દીઓ નોંધાય ચુક્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા એક સપ્તાહમાં તો કોરોના એ પોતાનું જોર બતાવી દેતા મુશ્કેલી સર્જાઇ હતી. જોકે છેલ્લા બે દિવસ થી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવાની સાથે અને સારવાર બાદ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવાને કારણે તંત્રએ થોડી રાહત અનુભવી છે.

હાલ એક્ટિવ કેસની સંખ્યા 830 પર પહોંચી
તાપી જિલ્લામાં રવિવારે કોરોના સંક્રમિત દર્દીઓનો સંખ્યામાં ઘટાડો થયો હતો. રવિવારે તાપી જિલ્લા માં 13 વર્ષીય બાળા વૃદાવાડી ,વ્યારા તેમજ 75 વર્ષીય મહિલા તોરણ રેસીડેન્સી ,વ્યારા સહિત કુલ 47 વ્યક્તિઓ કોરોના સંક્રમિત નોંધાયા હતા. જેની સામે જિલ્લા માં સારવાર બાદ 51 વ્યકતીઓને રજા આપી દેવામાં આવી હતી. તાપી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3085 પર પોહચી હતી આજે એક પણ મોત નોંધાયું ન હતું. હાલ કોરોના એક્ટિવ કેસ 830 પર છે. કુલ મરણ આક 137 છે.

77 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી માત
માયપુર | વાલોડ ગામના ભાવસાર સમાજના વાસંતીબેન મુલચંદભાઇ ભાવસાર અને તારીખ 24મી એપ્રિલના રોજ કોરોના હોવા અંગેના લક્ષણો જણાઈ આવતા વ્યારા રેફરલ ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં તેમણે પ્રથમ સિંગી ખાતે કોવીડ હોસ્પિટલ વ્યારા ખાતે અને ત્યારબાદ વાલોડ ખાતે આવેલ કોરોના કેર સેન્ટર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી, જેમાં વાલોડના કોરોના કેર સેન્ટરના ડોક્ટરોએ તેમને ઓક્સિજન અને અન્ય સારવારના હેઠળ આજે ચૌદ દિવસના અંતે કોરોનાને મ્હાત આપી અને તબિયતમાં સુધારો જોવા મળતાં તેમને આજરોજ વાલોડ સામુહિક આરોગ્ય કેન્દ્રથી રજા આપવામાં આવી હતી. આ અંગે વાસંતીબેને જણાવ્યું હતું કે તબીબો અને સ્ટાફના સભ્યોની ઉમદા કામગીરી, દર્દીઓ સાથેના સારા વર્તનને કારણે આજે તેઓ ઘરે પરત જઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...