તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વ્યારા હત્યા પ્રકરણમાં નવીનના 11 દિવસ અને અન્ય આરોપીના વધુ 3 દિવસ ના રિમાન્ડ

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડરની હત્યાના 17 દિવસે મુખ્ય આરોપી મહારાષ્ટ્રના પ્રકાશાથી પકડાયો

વ્યારાના નગરના રાયકવાડમાં રહેતા બિલ્ડર નીશિષ શાહ 14મી મેની રાત્રીએ કારમાં આવેલા 4 હત્યારાએ બિલ્ડરની જાહેરમાં હત્યા કરી હતી. આ પ્રકરણમાં કુલ 7 આરોપીઓ પૈકી 6 આરોપી પકડાયા હતા, જ્યારે સોપારી આપનાર નવીન ખટીકને 17 દિવસ બાદ પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશા ઝડપી પાડયો હતો. જેને વ્યારા ચીફ કોર્ટમાં રજૂ કરતા 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 6 આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા

વ્યારા રહેતા નવીન ખટીકે બિલ્ડર નિશિષ શાહને મોતને ઘાટ ઉતારવા 80 હજારની સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડર પર હુમલો કરનાર ચાર હત્યારાઓ પૈકી પ્રતિક ચુડાસમા અને નવીન ઉર્ફે રવી ચુડામણ (બંને રહે,અમરોલી-સુરત)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુનાને અંજામ આપ્યા બાદ અને ગુનાને અંજામ આપ્યા પહેલા ગુનામાં મદદગારી કરનાર સંજય ઉર્ફે ટીકલો રબારી અને પરિમલભાઈ સોલંકી, મનું ઘન્ટાઈ સ્વાઇ તથા દેવા જાદવની અટક કરાઈ હતી, જ્યારે સોપારી આપનાર નવીન ખટીકની 17 દિવસ બાદ મહારાષ્ટ્રના પ્રકાશાથી વ્યારા પોલીસે અટક કરી હતી.

​​​​​​​વ્યારા પોલીસે નવીન ખટિકને વ્યારા ચીફ જુડીશીયલ કોર્ટમાં રજૂ કરી 14 રિમાન્ડની માગણી કરી હતી. નામદાર જજ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 6 આરોપીને વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા

અન્ય સમાચારો પણ છે...