તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:‘મારા પતિને કોરોના નથી, તમે ખોટા રિપોર્ટ આપો છો’

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીની પત્નીએ મહિલા કર્મીને ધમકી આપી - Divya Bhaskar
દર્દીની પત્નીએ મહિલા કર્મીને ધમકી આપી
  • વ્યારાના કરંજવેલમાં હેલ્થ કર્મી સાથે મારામારી

વ્યારાના બાલપુર નજીક કરંજવેલ ગામમાં આરોગ્ય ખાતાની ટીમ પોઝિટિવ વ્યકિતને દવા આપવા ગઈ હતી ત્યારે તેની દર્દીની પત્નીએ મહિલા કર્મીને કહ્યું કે, મારા પતિને કોરોના નથી, તમે લોકો ખોટા રિપોર્ટ આપો છો એમ કહીને તમાચો મારી ધમકી આપી હતી. વ્યારાના બાલપુર પીએચસીના સબ સેન્ટર કરંજવેલમાં ફરજ બજાવતા હેતલ વિનોદભાઈ ઠાકર ટીમ સાથે ગામના બડકી ફળિયામાં કોરોના પોઝિટિવ દર્દીને દવા આપી એરિયા કન્ટેન્ટમેન્ટ કરવા ગયા હતા.

ત્યારે દર્દીની પત્નીએ મારા પતિને કોરોના નથી, તમે ખોટા રિપોર્ટ આપી હેરાન કરો છો કહી હેતલબેનને તમાચો મારી ધક્કા મુક્કી કરી હતી. દરમિયાન માસ્ક પહેરવા કહેતા તે પણ પહેર્યુ ન હતું અને દવા પણ લીધી ન હતી. કેન્ટેન્ટમેન્ટ ઝોનનું બેનર પણ લગાડવા દીધું ન હતું. જેથી સરકારી કામમાં અડચણ પહોંચાડવા બદલ મેડિકલ ઓફિસરને ફરિયાદ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.હેતલ ઠાકરે કહ્યું કે, તંત્ર ફરિયાદ ન કરશે તો હું પોતે પોલીસ ફરિયાદ કરીશ.

અન્ય સમાચારો પણ છે...