તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:ડાંગરના વાવેતરમાં ખર્ચ બચાવવા યાંત્રિકીકરણ તરફ આગળ વધવું

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યક્રમમાં 103 ખેડૂતોએ હાજરી આપી હતી. - Divya Bhaskar
તાપી જિલ્લામાં વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યક્રમમાં 103 ખેડૂતોએ હાજરી આપી હતી.

તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને ડાંગરમાં કૃષિ યાંત્રિકરણ ખેડૂત શિબિર યોજાઇ હતી. કાર્યક્રમમાં તાપી જીલ્લાના કુલ 103 જેટલા ખેડૂત ભાઈઓ બેહનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ કરાયા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાને નવસારી કૃ.યુ.ના ડો. સી. કે. ટીંબડીયાએ મહામારીમાં કેવિકે વ્યારા દ્વારા સરાહનીય કામગીરી બિરદાવી હતી. ડો. ટીંબડીયાએ તાપી જિલ્લાના ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ગાય આધારિત ખેતીથી થતા ફાયદાઓ વિષે સમજ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૃષિક્ષેત્રે રસાયણોનો વધુ પડતો ઉપયોગ ન કરતાં કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ ઉપયોગ કરવા જણાવ્યું હતુ. હાલના સંજોગોમાં ખેતી ખર્ચ ઘટાડવા ડાંગરની ખેતીમાં યાત્રીકરણની અગત્યતા સમજાવી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડયાએ જણાવ્યુ હતુ કે તાપી જિલ્લાના મુખ્ય પાક ડાંગરના વાવેતર સમયે થતાં રોપણી ખર્ચ તેમજ અન્ય મજૂરી ખર્ચ બચાવવા ખેડૂતોએ યાંત્રિકીકરણ તરફ આગળ વધવું જોઈએ. વધુમાં તેમણે ખેતી ક્ષેત્રે નવીનતમ તાંત્રિકતાઓ અપનાવવા આહલેક જગાવી હતી. મયંક બોઘરા, ખેતી અધિકારી દ્વારા પાક વિમા યોજના વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના અધિકારી મંથન ગોટી દ્વારા ડાંગરની ફેરરોપણીના મશીન તેમજ ખેડૂતોને મશીન માટે અનુકૂળ ધરુવાડિયું બનાવવાની પધ્ધતિ વિષે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કેવિકે ફાર્મ ખાતે ડાંગરની ફેરરોપણીના મશીનનું લાઈવ નિદર્શન બતાવી તેના ફાયદાઓ સમજાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...