ઉત્સવ:વ્યારામાં 50થી વધુ, જિલ્લામાં 100 પ્રતિમાનું વિસર્જન

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસર્જન વેળા કેટલાક ભક્તો ગણેશજીની વિદાઈ જોઈ લાગણીશીલ થઇ ગયા હતા

તાપી જિલ્લાના સાત તાલુકામાં કેટલાક ગણેશ આયોજકો દ્વારા આજે ગૌરી વિશર્જન કરાયું હતું. ગણેશ સ્થાપનાના 14મી સપ્ટેમ્બરના રોજ પાંચ દિવસ પુરા થતા તેને ગૌરી વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. આજે કેટલાક ગણેશ ભક્તો ગણેશજીની ભક્તિ ભાવ પૂર્વ સેવા પૂજા બાદ નદીઓમાં વિસર્જિત કરી હતી, જે મુજબ તાપી જિલ્લામાં વ્યારામાં 50થી વધુ તેમજ વાલોડ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, ડોલવણ, કુકરમુન્ડામાં 100થી વધુ ગણેશજીની નાની મૂર્તિઓનું ગણેશ ભક્તો દ્વારા કૃત્રિમ તળાવ સહિત ઘરોમાં વિસર્જન કરાયું હતું.

તાપી જિલ્લાના સાત તાલુકા વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, ડોલવણ, કુકરમુન્ડા અંદાજિત 500થી વધુ શ્રીજીની પ્રતિમા મુકવામાં આવી છે. જેમાંથી આજે 100થી વધુ ગણપતિબાપાની મૂર્તિને ભક્તો ભારે હૈયે ગણપતિ બાપાને વિદાઈ અપાઈ હતી અને વિઘ્નહર્તા આવતા વર્ષે ફરી વેહલા પધારજોની પ્રાર્થના કરી હતી. સાથે કેટલાક ભક્તો ગણેશજીની વિદાઈ જોઈ લાગણીશીલ થઇ ગયા હતા.

બારડોલીમાં 5 દિવસ બાદ તળાવમાં વિસર્જન
બારડોલી નગરમાં સાર્વજનિક ગણેશ મંડળો શ્રીજીની સ્થાપના બાદ દશ દિવસ પૂજા કરી વિસર્જન કરવામાં આવતું હોય છે, જ્યારે ઘરમાં સ્થાપના કરતા પરિવાર અલગ અલગ દિવસો મુજબ પૂજા કરી વિસર્જન કરતા હોય છે. મંગળવારે 5 દિવસ પુરા થતા એક પરિવાર શ્રીજીને વિસર્જન માટે તેન ગામમાં લાવી, તળાવમાં વિધિવત વિસર્જન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...