ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના:તાપી જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને 5 કરોડથી વધુની આર્થિક સહાય ચુકવાઇ

વ્યારા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધવા બહેનોના પુન: લગ્ન માટે પણ 50 હજારની સહાય યોજના અમલી

રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અને સુરક્ષા અર્થે ઘણી યોજનાઓ અમલી છે. જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે, વિધવા બહેનોને આર્થિક સહાય યોજના કાર્યરત છે. તાજેતરમાં તાપી જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત 20698 બહેનો ને રૂ.05.25.06.250 સહાય ચુકવવામા આવી છે. નિરાધાર વિધવા બહેનોને સમાજમાં સન્માનભેર જીવન વ્યતીત કરી શકે, માટે આ યોજના થકી સરકાર દ્વારા આર્થિક મદદ કરવામા આવે છે. આ યોજના મા ગંગા સ્વરૂપા બહેનોને માસિક રૂ.1250 વિધવા પેન્શન રૂપે તેઓના બેંક કે પોસ્ટ ખાતામા ડી.બી.ટી (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાંસફર) મારફતે સીધા જમાં કરવામાં આવે છે.

આ અગાઉ જે લાભાર્થીઓને માર્ચ-2020 પહેલા સહાય મંજુર થઇ હતી તેવા 02 લાભાર્થીઓને 20.000જેટલી સહાય ખાતામાં સીધી જમા કરાવવામાં આવી હતી. ઉપરાંત ગંગા સ્વરુપા બહેનોના પુન:લગ્ન માટે પણ પચાસ હજાર સહાયની ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના પણ સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.

જિલ્લાની 20608 વિધવા બહેનોને લાભ
આ યોજના હેઠળ તાપી જિલ્લામાં માર્ચ-2019 મા કુલ 3890 બહેનોને લાભ મળતો હતો. ત્યાર બાદ માર્ચ-2019મા 21 વર્ષના પુત્રની શરત દુર કર્યા બાદ અત્યાર સુધી કુલ 16825 લાભાર્થી બહેનોનો વધારો થયો છે. આમ જાન્યુઆરી ફેબ્રુઆરી-2022 માં આ યોજના અંતર્ગત 20.608 બહેનોને રૂ.05.25.06.250 સહાય ચુકવવામા આવી છે. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થીક સહાય યોજના અને સખી વન સ્ટોપ સેન્ટર જેવી યોજનાઓ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...