રજૂઆત:પેલાડ બુહારીથી ઘાણી માર્ગ પર બસ સ્ટેન્ડ બાંધકામમાં નાણાંનો દુર્વ્યય

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત સભ્ય દ્વારા ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી

પેલાડ બુહારી ગામમાં મોરા ફળિયાથી ડોલવણ તાલુકાના ઘાણી જતા માર્ગ પર ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની ગ્રાન્ટમાંથી જિલ્લા આયોજન થયેલી ભલામણને આધારે તેના નિર્માણ સામે સ્થળ પર એસ.ટી. બસનો કોઈ શિડ્યુલ કાર્યરત નથી કે તે તેનાથી જાહેર જનતાને કોઈ ફાયદો ન થાય તેવા સ્થળે બાંધકામ થઇ રહેલ બસ સ્ટેન્ડ બાબત સ્થાનિક ગ્રામ પંચાયત સભ્ય દ્વારા ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં રહેતા અને વોર્ડ નંબર 5 નાં ગ્રામ પંચાયતના સભ્ય પ્રશાંતભાઈ વિજયભાઈ પટેલ દ્વારા કલેકટર તાપી તથા ઉચ્ચ અધિકારીઓને એક પત્ર લખી પેલાડ બુહારી ખાતે મોરા ફળિયાથી ડોલવાણ તાલુકાના ઘાણી જતા માર્ગ પર ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની ગ્રાન્ટમાંથી જિલ્લા આયોજનમાં થયેલ ભલામણને આધારે પેલાડ બુહારી ગામ ખાતે બસ સ્ટેન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે આ રસ્તા પર એસ.ટી બસનો કોઈ શિડ્યુલ કાર્યરત નથી કે જેનાથી જાહેર જનતાને કોઈપણ પ્રકારનો ફાયદો થનાર નથી.

માત્ર અને માત્ર કેટલાક સ્થાપિત હિતોને ખુશ કરવા અને સસ્તી પ્રસિદ્ધિ માટે ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરી જાહેર નાણાંનો દુર્વ્યય સિવાય કશું જ હિત સંકળાયેલ નથી. ગ્રામ પંચાયત પેલાડ બુહારી તરફથી બસ સ્ટેન્ડ બાંધવા માટે જગ્યાની ફાળવણી અંગેનો ઠરાવ પણ આપેલ નથી તેમ છતાં તાલુકા બાંધકામ શાખાના તાંત્રિક અને વહીવટી મંજૂરી આપનાર અધિકારીઓ દ્વારા આ સુનિયોજીત સરકારના પ્રસ્થાપિત નિયમોની અવગણના કરી બિનજરૂરી મંજૂરી આપવામાં આવેલ હોય જેને તાત્કાલિક અસરથી તપાસ કરી યોગ્ય પગલાં ભરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવા પ્રશાંત વિજયભાઈ પટેલ દ્વારા રજૂઆત કરી છે.

આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત અન્ય સ્થળોએ રજૂઆતો કરવામાં આવતા હાલ બસ સ્ટેન્ડનો વિવાદ પેલાડ બુહારીનો રાજકારણ ગરમ કરી ગયો છે બસટેન જે જગ્યાએ બંધાઈ રહ્યું છે ત્યાંથી કોઈપણ બસની અવર-જવર થવાની નથી તેમ છતાં તે ત્યાં પણ બસ સ્ટેન્ડ બાંધકામ કરવાનો આશય શું છે ? શું સરકારી તિજોરી પર વિપરીત અસર પડશે કે કેમ ?

અન્ય સમાચારો પણ છે...