આયોજન:36 મહિલાઓને આધુનિક ખેતીની તાલીમ

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા તાલુકાના બોરખડી ગામે વિમેન ઇન એગ્રિકલ્ચર ડે શિબિર યોજાઇ

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા ‘વિમેન ઇન એગ્રિકલ્ચર ડે’ તરીકે ‘મહિલાઓનું કૃષિ વિકાસમાં યોગદાન’ના હેતુ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વ્યારા તાલુકાના બોરખડી અને કપુરા ગામની કુલ 36 આદિવાસી ખેડુત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી ડી પંડયાએ ઉપસ્થિત સર્વેને આવકારી મહિલાઓનું ખેતી અને પશુપાલનમાં મહત્વનું યોગદાન વિશે માહિતી આપી હતી. વધુમાં, તેમણે કેવીકે દ્વારા તાલીમ લઇ વિવિધ ગૃહઉદ્યોગલક્ષી પ્રવૃત્તિઓ કરી આર્થિક ઉપાર્જન કરી રહેલ ખેડૂત મહિલાઓની કામગીરીને બિરદાવી હતી.કાર્યક્રમના અધ્યક્ષ અને વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલ રાણા દ્વારા ઉપસ્થિત સર્વે આદિવાસી ખેડુતમહિલાઓને શુભેચ્છા પાઠવી તેઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થકી ખેતી, પશુપાલન, આરોગ્ય અને ગૃહઉદ્યોગલક્ષી વિવિધ તાલીમોનો લાભ લઈ વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી સોનીએ મહિલાઓની સમાજમાં વિવિધ ભૂમિકાઓ વિશે માહિતી આપી મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય માટે સભાન રહી શારીરિક સશક્ત બનવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ખેતી કાર્યમાં મહિલાઓનો શ્રમ ઘટે તેવા ખેત ઓજારો અને સાધનોની વિસ્તૃતમાં માહિતી આપી હતી.આ પ્રસંગે મહિલા સશક્તિકરણના ઉદાહરણરૂપ કપુરા ગામના ઇન્દુ ગામીત, બોરખડી ગામના સવિતા ચૌધરી, જયશ્રી ચૌધરી અને શીલા ચૌધરીએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...