તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:ગોરૈયા પાસે સગીરાને જબરજસ્તી અવાવરૂં સ્થળ પર લઇ જઇ દુષ્કર્મ

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોરૈયા ગામના જ યુવક સામે વ્યારા પોલીસમાં ફરિયાદ

વ્યારા નગર નજીક આવેલા ગોરૈયા ફળિયામાં પસાર થતી નહેરની બાજુમાં એક શહેર ખાતાની બંગલી આવી છે, જેમાં ગોરીયાના એક યુવકે 11 વર્ષની સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. જે બનાવ અંગે સગીરાના પરિવારજનોએ વ્યારા પોલીસમાં પોસકો ફરિયાદ નોંધાવતા વ્યારા પીઆઇએ વધુ તપાસ હાથ ધરી છે. વ્યારા વિસ્તારમાં રહેતી એક 11 વર્ષીય સગીરા ગત રોજ વ્યારા નગરના ગોરૈયા ફળિયામાં પસાર થઇ રહી હતી.

તે દરમિયાન નજીક આવેલ નહેરની બાજુમાં આવેલા રસ્તા પર સગીરા પસાર એ વેળાએ ગોરૈયા ગામનો રહીશ મનીષભાઈ રાયસીંગભાઈ ગામીતે સગીરાનો પીછો કરી રહ્યો હતો અને નહેરની બાજુમાં આવેલી નહેર ખાતાની બંગલી પાસે જબરજસ્તી સગીરાનો હાથ પકડી ખેંચી લઈ ગયો હતો, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતુ, જેને લઇને સગીરા ગભરાઈ ગઈ હતી.

સમગ્ર આપવીતી અંગે પરિવારજનોને જાણ કરી હતી. જેને લઇને પરિવારજનો દ્વારા વ્યારા પોલીસ મથકે આવી આરોપી મનીષ ગામીત પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધાવ્યો હતો. આ બનાવ નોંધી સમગ્ર પ્રકરણની તપાસ વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...