મોનસૂન ઈફેક્ટ:તાપીના સાતેય તાલુકામાં મેઘરાજાની મહેર યથાવત

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં રવિવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જોકે રવિવારે વરસાદનું જોર ધીમું થઇ જતા ખેડૂતોએ ખેતી લક્ષી કામગીરી હાથ ધરી હતી. છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ તાપી જિલ્લામાં ધામો નાખી હોય એમ રોજેરોજ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેને લઇને પંથકના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.

તાપી જિલ્લામાં શનિવારે બપોર બાદ પણ વરસાદનું જોર રહ્યું હતું, રવિવારે બપોર બાદ વરસાદની ગતિ ધીમી પાડી હતી.વરસાદને કારણે નિઝર અને કુકરમુંડા તાલુકાઓમાં કપાસના પાકને નુકસાન થયું છે. શનિવારે સાંજે 4 વઞી રવિવારે સાંજે 4 વાગ્યે ઉર થતાં 24 કલાક સુધીમાં વાલોડમાં 2.6 ઇંચ, ડોલવણમાં 2.5 ઇંચ, વ્યારામાં 2.0 ઇંચ, નિઝરમાં 2.0 ઇંચ, કુકરમુંડામાં 1.5 ઇંચ, સોનગઢમાં 1.0 ઇંચ તથા ઉચ્છલમાં 0.7 ઇંચ વરસાદ પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...