માગ:તાપીમાં ખાલી જગ્યા માટે આરોગ્ય કર્મચારીઓની મેઘા ડ્રાઈવની માગ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારા દ્વારા રજૂ થયેલા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી દિવસ રાત જોયા વગર લોકોની પડખે રહી ફરજ બજાવી રહ્યા છે. કોરોના વૉરીયસ સન્માનિત અને કોવીડ વેક્સિનેશનમાં રાજ્યમાં અગ્રણી જિલ્લાની હરોળમાં મુકનારા ગ્રામ્ય કક્ષાએ છેવાડાના માનવીની સેવા કરનારા કર્મીઓના પડતર પ્રશ્નોને જાણી બુઝીને ટલ્લે ચઢાવાતા ગમે તે ઘડીએ આરોગ્ય સેવા ઠપ્પ કરવા તાપી જિલ્લા આરોગ્ય મંડળે અગાઉથી જ નોટીસ બજવી દીધી છે.

આરોગ્ય મંડળે આ બાબતે અવાર નવાર લેખિત રજૂઆત તથા 30.7.21 એ નોટીસ બજવણી કરી હોવા છતાં આજ દિન સુધી નવી વર્ધિત પેન્સન યોજના (સી.પી.એફ.)ના 150 કરતા વધારે કર્મચારીઓના ખાતા ન ખુલવાના કારણે નાણા જમા થઈ ન શકતા લાખો રૂપીયાના નુકસાનમાં જિલ્લા આરોગ્ય તંત્રએ આરોગ્ય કર્મચારીઓને ધકેલી દીધા છે. જેથી જવાબદારો સામે કાર્યવાહી કરવા તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે રજૂઆત કરી છે.

આ ઉપરાંત ઉચ્ચતર પગાર ધોરણનાં 43 કેસ, 54 જેટલી ખાલી જગ્યા, નિવૃતિ બાદના લાભો, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સહિત દશ જેટલા નિર્ણય લેવાયેલા પડતર પ્રશ્નો વારંવાર રજૂઆત છતા પ્રગતિ હેઠળ હોવાના નક્કર બહાના હેઠળ આરોગ્ય કર્મચારીઓને નાણાકીય તેમજ વહીવટી પ્રશ્નોમાં ગુચ નાખતા આરોગ્ય કર્મચારી મંડળ રઘવાયુ થઈ મેઘા વેક્સિન ડ્રાઈવની જેમ પડતર પ્રશ્નો નિકાલ મેઘા ડ્રાઈવ યોજવા માંગ કરી છે.

આ અગાઉ તા.30.07.21 ના રોજ નોટીશ બજવી હોવા છતાં જિલ્લા વહીવટી કર્મચારીઓને તંત્ર દ્વારા છાવરી કર્મચારીઓને સરકારએ આપેલ લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. હવે ગમે તે ઘડીએ આકસ્મિક રીતે જિલ્લાની આરોગ્ય સેવા બંધ કરવા વિધિવત આદેશો આપવામાં આવશે,તેમ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારાના પ્રમુખ સુરેશભાઈ ગામીત, મંત્રી સંજીવ પટેલ, મુખ્ય કન્વીનર રીબેકાબેન માટેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...