તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:તાપીમાં સંક્રમણ અટકાવવા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક

વ્યારા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અધિકારીઓની સમિક્ષા બેઠક ઓનલાઇન યોજવામાં આવી

કોવિડ-19 રોગચાળાને કાબુમાં લેવા રાષ્ટ્રિય અને રાજ્ય કક્ષાએ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાપી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કોરોનાથી બચવા માટે લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકો સ્વયંભૂ કોરોના સામેની લડાઈમાં સ્વયં શિસ્તનું પાલન કરીને આ મહામારી સામે લડે એ માટે અપીલ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં વર્તમાન કોરોના પરિસ્થિતી તથા રસીકરણ કામગીરી સંદર્ભે સમીક્ષા કરવા આજે સાંજે કલેક્ટર આર.જે.હાલાણીએ કોરોના સંક્રમણના અટકાયત માટે જિલ્લા/તાલુકાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ અને તેના માટે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની તાલુકાવાર સબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી અને વધી રહેલા સંક્રમણ સામે સઘન પગલાં લેવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લામાં રસીનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમ જણાવી કલેક્ટરએ રસીકરણની કામગીરીને સઘન બનાવી વધુને વધુ લોકો રસી લેવા આગળ આવે તે માટે લોકજાગૃતિ માટે સરપંચ, તલાટી સાથે શિક્ષકોને પણ સામેલ કરવા પણ સુચન કર્યુ હતુ.તાપી જિલ્લા કલેક્ટરએ આ કામગીરીમાં કોઈ પણ અધિકારી અને કર્મચારીની બેદરકારી ચલાવી લેવાશે નહી તેમ જણાવી માનવ હિતમાં લોકોને સુરક્ષા પ્રદાન કરવાની રાષ્ટ્રિય કામગીરી હકારાત્મક વલણ અપનાવી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.

ખાસ કરીને કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોવિડ-19ની તમામ ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા અધિકારીઓને સ્પષ્ટપણે તાકીદ કરી હતી. કલેક્ટરએ જણાવ્યુ કે, લોકોની ભીડ ન થાય તો વધતાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લાના ખાસ કરીને શહેરી વિસ્તારમાં તમામ નાગરિકોને જરૂરી કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દેશ અને રાજ્યમાં વધી રહ્યું છે ત્યારે લોકો સ્વયંભૂ શિસ્ત પાલન કરે તે ખુબ જરૂરી છે, જેના લીધે કોરોના સંક્રમણને કાબૂમાં લઈ પરિસ્થિતી વધુ ગંભીર બને એ પહેલાં તેને નિયંત્રણમાં લઈ શકાશે. આ બેઠકમાં અધિકારીઓ વેબના માધ્યમથી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો