રોષ:તાપી-નર્મદા લિંક પ્રોજક્ટના વિરોધમાં માંડવી નગરમાં જંગી મેદની ઉમટી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાર તાપી - નર્મદા લીંક યોજનાના વિરોદ્ધની લડત બાબેત માંડવી ખાતે જંગી મેદની ઉમટી હીતી. જેમાં ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ભાજપ સરકારે જળ- જંગલ- જમીન અનામતતા, અધિકારો, શિક્ષણના અધિકારો પર તરાપ મારી રહી છે. અને આદાવસીઓના શોષણ તથા વિસ્થાપન થાય તે માટેના પ્રયત્નો થયા છે. સરકારની યોજના ભ્રષ્ટ્રાચારની જનની બની છે.

પાર-તાપી- નર્મદા લિંક યોજનામાં 50 હજાર લોકો વિસ્થાપિત થશે તથા 10 હજાર એકર જમીન ડૂબાણમાં જશે ત્યારબાદ પણ સૌરાષ્ટ્ર અને ઉદ્યોગોને જ લાભ થનાર હોય જેથી આદિવાસી સમાજમા સ્વયંભૂ વિરોધનો સૂર ઉઠ્યો છે. ભૂતકાળમાં રસ્તા, ડેમ સહિત કોઈપણ વિકાસમાં આદિવાસી સમાજે ખુબ જ આપ્યું છે. હવે આદિવાસીઓના ભાગે વિકાસનીવાત નહીં જોઈએ. જ્યારે ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું કે પાર- તાપી- નર્મદા લિંક યોજના સાે આંદોલન 28 ફેબ્રુઆરીથી ચાલે છે.

દિન પ્રતદિન અાંદોલન વેગવંતુ અને મજબૂત બની રહ્યું છે. આદિવાસી સમાજને હંમેશા લોલીપોપ આપતી સરકાર સામે શ્વેતપત્ર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ પ્રસંગે ડો. તુષારભાઈ ચૌધરી, પુનાજી ગામીત સહિત કોંગ્રેસ બીટીપીના અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. માંડવીના મુખ્ય માર્ગ પરથી વિશાળ રેલી કાઢી માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...