તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓછું રસીકરણ:વ્યારા તાલુકામાં 30 ટકાથી ઓછું રસીકરણ થતાં સરપંચો સાથે મામલતદારની બેઠક

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા પંથકમાં કેટલાક ગામડામાં 30 ટકાથી ઓછું રસીકરણ નોંધાયું

ગુજરાતમાં કોરોના મહામારીએ કેટલાંય લોકોનો ભોગ લીધો છે. કોરોનાના પહેલા અને બીજા તબક્કામાં કોરોના વોરીયર્સ દ્વારા કરેલી પ્રોત્સાહક કામગીરીના પગલે હવે કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. તાપી જિલ્લામાં રસીકરણને પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં વ્યારાના જે-જે ગામોમાં રસીકરણની પ્રક્રિયા ઓછી છે, તે ગામોના સરપંચ, તલાટી અને આગેવાનો સાથે પ્રાંત અધિકારી હિતેષ જોષી અને મામલતદાર બી. બી. ભાવસારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

વ્યારા ખાતે કોરોના સંક્રમણ ન વકરે એ માટે મામલતદાર બી. બી. ભાવસારની ટીમ લોકો વચ્ચે જઈને કોરોના રસીના ફાયદા અને ક્રોરોના પ્રતિરોધક રસી લેવા સમજણ આપવામાં આવી હતી. તેમ છતાં વ્યારામાં કેટલાક ગામડામાં 30 ટકાથી ઓછું રસીકરણ નોંધાયું હતું, જેને લઇને વ્યારા મામલતદારની ઉપસ્થિતિમાં ઉપસ્થિત સરપંચ, જાગૃત ગ્રામજનો તેમજ ગ્રામ્ય કક્ષાની સમિતિના સભ્યોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરી પરિણામલક્ષી કામગીરી થાય તે માટે સ્થાનિક ગામીત ભાષામાં જરૂરી સમજ આપી હતી. આ સાથે કોરોનાની ત્રીજી લહેર પહેલા તાપી જિલ્લાના તમામ લોકો રસી મુકાવી લે માટે આગોતરા આયોજનની ચર્ચા કરવામાં આવી હતી.

સાથે ગ્રામજનોને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા રસીકરણ બાબતે મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ કર્યા હતા, જેને લઇ આગેવાનો દ્વારા પણ પોતાના ગામમાં વધુમાં વધુ રસીકરણ થાય એ દિશામાં વહીવટી તંત્રને સહકાર આપવા માટે મંજૂર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...