તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનો:બાયોડીઝલ અને અખાદ્ય તેલ પ્રકરણમાં વ્યારા મામલતદારે હોટલ માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો

વ્યારા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીરપુર પાસે હોટેલમાં મામલતદાર અને પુરવઠા ટીમે 1લી ઓક્ટોબરે રેડ કરી હતી

વ્યારા તાલુકાના વિરપુર ગામની સીમમાં હાઇવે પર આવેલી એક હોટલમાં ગત 01 ઓક્ટોબરના રોજ ગેરકાયદે બાયોડીઝલ રાખવામાં આવ્યું છે. તેમ જ શંકાસ્પદ ખાદ્યતેલ હોવાની માહિતિ વ્યારા મામલતદાર અને પુરવઠાની ટીમ સાથે હોટલ પર રેડ પાડી હતી, જેમાં હોટલ પરથી 270 લીટર બાયોડીઝલ તેમજ 82 લીટર ખાદ્યતેલ અને ટેમ્પો મળી કુલ્લે 5,23,860નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં શનિવારે વ્યારા મામલતદાર દ્વારા પોલીસ મોટા કે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ અંતર્ગત ઉમિયા હોટલ માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

વિરપુર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પર ઉમિયાજી હોટલ છે. જે હોટલ પાસે બાયોડીઝલ તેમજ શંકાસ્પદ ખાદ્ય તેલ હોવાની માહિતી વ્યારા મામલતદાર બી.બી ભાવસારને 1 ઓક્ટોબરે મળી હતી. મામલતદાર તેમજ પુરવઠા અધિકારી નેતિકા પટેલ અને પોલીસની ટીમે સંયુક્ત રેડ કરી હતી, જેમાં ઉમિયાજી હોટલના પાર્કિંગમાં ટેમ્પો (GJ.23Y. 834)માં 270 લીટર ગેરકાયદે બાયોડીઝલ મળી આવ્યુ હતુ. તેમજ હોટલમાંથી 82 લીટર ખાદ્યતેલ મળી આવ્યું હતું.

જે શંકાસ્પદ હતું. પુરવઠા વિભાગે 82 લીટર ખાદ્યતેલ કિંમત 8200 અને 270 લીટર બાયોડીઝલ કિંમત 5660 તેમજ બાયોડીઝલને લઇ જવા લાવવા માટેનો ટેમ્પો કિંમત પાંચ લાખ મળી કુલ્લે 523860 નો મુદ્દામાલ સીઝ્ડ કર્યો હતો.તેમજ બાયોડીઝલ અને ખાદ્ય તેલના નમૂના લઇ ચકાસણી માટે મોકલ્યા હતા. શનિવારે વ્યારા મામલતદાર બી.બી. ભાવસાર દ્વારા વ્યારા પોલીસ મથકે ઉમિયાજી હોટલના માલિક કેશુભાઈ ચાવલા વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ ગુનો નોંધાવી હતી. તપાસ વ્યારા પી.આઈ રાકેશ પટેલ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...