કોરોના વાયરસની ગંભીરતાને ઘ્યાને લેતા તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વઢવાણિયા દ્વારા કોવિડ સંદર્ભે માર્ગદર્શિકા તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરના જાહેરનામા અનુસાર જિલ્લાના તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો, ધાર્મિક સ્થળો તથા લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 300 વ્યક્તિઓની મર્યાદામાં અને બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.અંતિમક્રિયાઅને દફનવિધી માટે મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી રહેશે.પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટ સેવાઓ મહત્તમ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
નોન એસી. અને એસી. બસ સેવાઓ મહત્તમ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. બસ સેવાઓને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, સ્વિમીંગ પુલ, વાંચનલયો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો, મહત્તમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.