તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:વ્યારામાં અસ્થિર મગજની યુવતી પર બળાત્કાર કરી ગર્ભવતી બનાવનારને આજીવન કેદ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ 2018માં ડોલવણની યુવતી પર અંતાપુરના યુવકને દુષ્કર્મ આચર્યું હતું

ડોલવણ તાલુકાના એક ગામમાં ગત વર્ષ 2018 માં પરિવાર સાથે રહેતી અને અસ્થિર મગજ ધરાવતી 20 વર્ષીય યુવતી પર કોઈ અજાણ્યો ઈસમ બળાત્કાર કરી જતા જેના પગલે યુવતી ગર્ભવતી બની હતી. જેના બનાવ અંગે પરિવાર ને જાણ થતા યુવતીને હોસ્પિટલમાં ખસેડી હતી.

પરિવારજનોએ અજણ્યા ઈસમ વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તત્કાલીન પીએસઆઇ કે. એમ. છાસીયાએ ઝીણવટ ભરી તપાસ કરી બળાત્કાર ના આરોપીની અટક કરી હતી. જે કેસ કમિટી થઈ વ્યારાની એડી.ડિસ્ટ્રીક અને સેશન્સ જજ વ્યારા ની કોર્ટ માં ચાલવા પર આવતા આરોપી યુવક ને બળાત્કાર ના ગુના માં તકસીર વાર ઠેરવી આજીવન કેદ ની સજા અને 1 લાખ નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

વર્ષ 2018માં ડોલવણ તાલુકા એક ગામમાં એક પરિવારમાં રહેતી 20 વર્ષીય યુવતી રહે છે. યુવતી અસ્થિર મગજની હોવાના કારણે કોઈ અજાણ્યા હવસખોર દ્વારા યુવતીને વાસના નો શિકાર બનાવ્યો હતો, અને યુવતી સાથે બળાત્કાર કરતા તેને ગર્ભવતી બનાવી હતી. જેના કારણે પરિવારજનો એયુવતી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવ અંગે યુવતીની માતા એ ડોલવણ પોલીસ મથકે કોઇ અજાણ્યો માણસ નાની છોકરી અસ્થિર જેવા મગજની હોવાનુ જાણવા છતા તેઓનો ગેરફાયદો ઉઠાવી તેણીની સાથે શારીરીક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીને પેટમાં દુખતા તપાસ કરતાં 09 માસનો ગર્ભ હોવાનું બાહર આવ્યું છે. જે આધારે ડોલવણ પોસઈ કે.એમ.છાસિયા એ અજાણ્યા હવસખોર ની તપાસ હાથ ધરી હતી.જે પ્રકરણ તપાસ હાથ ધરતા આરોપી રણજીત રતિલાલ કોળધા (28 ) (રહે અંતાપુર તા.ડોલવાણ) ની અટક કરી હતી જે સમગ્ર પ્રકરણ વ્યારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ વી.એ.બુદ્ધ કોર્ટમાં ચાલવા પર આવતા નામદાર જજ દ્વારા સરકારી વકીલ સમીરભાઈ પંચોલીની ધારદાર દલીલો અને આરોપી વિરૂદ્ધ પુરતા પુરાવાઓ ને ધ્યાને રાખી આરોપી યુવક રણજીતભાઈ રતિલાલભાઈ કોળધા ને બળાત્કારના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને એક લાખ રૂપિયા નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો અને દંડ ન ભરે તો ત્રણ વર્ષની સખત કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.

દંડની રકમ ભોગ બનનારને આપવા હુકમ
નામદાર જજ દ્વારા આરોપીને આજીવન સજા ની સાથે એક લાખ રૂપિયા દંડ ભરવાનો હુકમ કર્યો હતો જે દંડની રકમ ભોગ બનનાર ને વળતર પેટે ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...