ચુકાદો:વાલોડમાં બાળા પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ અને રૂ. 4 લાખનો દંડ

વ્યારા /માયપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાળા માનસિક બીમાર છે, દંડની રકમ ભોગ બનનારને વળતર પેટે ચૂકવાશે

વાલોડ તાલુકાના એક ગામમાં 18 ઓક્ટોબર 2019માં બે બાળકોના પિતાએ અસ્થિર મગજની બાળાને ભોળવીને ખેતરમાં ફરવા લઇ જઇ બાળકી સાથે દુસકર્મ કર્યું હતું. ઘટનામાં આરોપીની વાલોડ પોલીસે અટક કરી હતી. કેસ વ્યારા કોર્ટમાં ચાલતા આરોપીને આજીવન કેદ અને ચાર લાખ રૂપિયા દંડ ફટકારાયો હતો. 18 ઓક્ટોબર 2019ના રોજ વાલોડ તાલુકાના એક ગામમાં ખેતમજૂર એવા માતાપિતાની અસ્થિર મગજની પુત્રી નિભૅયા (નામ બદલેલ છે) માતાપિતા ખેત મજૂરીએ ગયાં હતાં અને ઘરે એકલી જ હતી.

બપોરે મજૂરી કરી ઘરે પરત ફરતા બાળકી ન દેખાતા શોધખોળ કરી હતી. શોધખોળ કરતા ફરિયાદીની ભત્રીજીને ત્યાં તપાસ કરતા નિર્ભયા ઘરે પાપડ વણવા આવી હતી ત્યારે બાળાને પાડોશમાં જ રહેતો બે દિકરીનો પિતા સરમુખભાઇ હળપતિ એમ કહી લઇ ગયો હતો કે બારમાની વિધિના કૉડ આપવા તારે ઘરે કોઈ આવેલ છે. સરમુખભાઈના ઘરે તપાસ કરતા તાળું હતુ. તે અરસામાં બાળા ખેતર તરફથી આવતા માતાએ પૂછપરછ કરતાં બાળાએ સરમુખભાઇ ફરવા લઇ જવાનું કહી ખેતરમાં લઇ જઈ બળજબરી કરી હોવાનું જણાવ્યુ હતુ.

ભોગ બનનારની માતાએ વાલોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પો.સ.ઈ. પ્રતિક અમીને હાથ ધરી હતી. આરોપીની અટક કરી કેસ વ્યારા કોર્ટમાં આવ્યો હતો. કેસ વ્યારાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન નામદાર જજ વી.એ.બુધ્ધે હાલની પરિસ્થિતિમાં વચ્યુલ કોર્ટ ચલાવ્યો હતો. સરકારી વકીલ સમીરભાઈ પંચોલીએ કરેલી રજૂઆતો અને પુરાવાઓ ધ્યાનમાં રાખી આરોપીને બળાત્કારના ગુનામાં આજીવન કેદ અને બે લાખ રૂપિયા દંડ અને પોક્સો માં આજીવન કેદ અને 2 લાખનો દંડ કર્યો હતો. આમ કુલ આજીવન કેદ અને 4 લાખ રૂપિયા દંડ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

નરાધમની પણ બાળકી જેટલી ઉંમરની બે દીકરી
કુંભિયા ખાતે બનેલ ઘટનામાં જે આરોપી છે. તે આરોપીની ભોગ બનનાર બાળાઓની જ ઉંમરની બે દીકરી છે. બીજી તરફ અસ્થિર મગજની બાળા પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર ગ્રામજનો દ્વારા આરોપી પર ફિટકાર વરસાવી હતી.

અન્ય સમાચારો પણ છે...