તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:તાપીમાં કોરોનાની સાથે સાથે લેપ્ટોએ પણ માથુ ઉંચકતા ચિંતા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા-સોનગઢમાં લેપ્ટોના 1-1 કેસ

તાપી જિલ્લાના કોરોનાના કહેર ચાલી રહ્યો છે તયારે આદિવાસી વિસ્તારમાં અભિશ્રપ બનેલાં લેપ્ટોસ્પાઇરોસિસ ના વ્યારા તાલુકા અને સોનગઢ તાલુકા માં બે લેપ્ટો ના બે દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામો માં વિવિધ કામગીરી હાથ ધરી હતી.

ચોમાસાની સિઝનની શરૂઆત થતા જ તાપી જિલ્લામાં લેપ્ટોસપાયરોસીસની શરૂઆત થઈ જતી હોય છે, ચાલુ વર્ષે ચોમાસુ પૂર્ણ થવાના ના અંતિમ તબક્કામાં લેપટો નામના રોગના બે દર્દીઓના ઘરે પડ્યા હતા જોકે આ વખતે ચોમાસાના અંતમાં લેપ્ટોસ્પાયરોસીસના બે કેસ નોંધાવા પામ્યા છે. ચોમાસાની શરૂઆત સાથે જ મોટાભાગે લેપ્ટોસ્પાઇરોસિસ ના કેસ આવવાની શરૂઆત થઈ જાય છે.બીજી તરફ તાપી જિલ્લાના લેપ્ટો અંકુશ માં રહે એ માટે તત્કાલીન મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ દ્વારા કરાયેલી કામગીરી નું સફળ પરિણામ કહી શકાય એમ છે.ટિમ વર્ક ના કારણે ચાલુ વર્ષે તાપી જીલ્લાના વ્યારા તાલુકાના ખુટાડીયા ગામે 50 વર્ષિય પુરુષ અને સોનગઢ તાલુકાના ઉખલદા ગામે 28 વર્ષિય યુવકને લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષણો દેખાયા છે, હાલ બન્નેની તબિયત સુધારા પર છે. બન્નેને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા છે. તાપી જિલ્લાના આરોગ્ય અધિકારીના ઇન્ચાર્જ ડો. રંગુનવાલા એ જણાવ્યા મુજબ એક સપ્તાહ મા લેપ્ટોસપાયરોસીસ ના લક્ષણ ધરાવતા બે દર્દી મળ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો