તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટ્રકચાલક પાસે 10 હજારની લાંચ માંગનારા તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મીની અટક

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત 4 એપ્રિલે એસીબી પોલીસમાં નોંધાયેલા લાંચના ગુના સંદર્ભે કાર્યવાહી

ટ્રક ચાલક પાસે જરૂરી કાગળ ન હોવા બાબતે 10 હજારની લાંચ માગનારા તાપી જિલ્લાના ટ્રાફિક પોલીસ કર્મજચારીની વ્યારા એસીબી પીઆઇ એ અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લામાં ટ્રાફિક પોલીસ કર્મી હેમંતભાઈ શંકરભાઇ ચૌધરીએ પોતાના ફરજ દરમિયાન માર્ગ પર પસાર થઈ એક ટ્રક ને અટકાવી હતી જે ટ્રકમાં ઓવર લોડીંગ રેતી ભરી હોવાનું બહાર અાવ્યુ હતું. પોલીસકર્મી હેમંતભાઈ દ્વારા ટ્રકના જરૂરી દસ્તાવેજો અને રોયલ્ટી ન હોવા છતાં તેમના વિરૂધ્ધમાં કરવાની થતી કાયદેસરની કાર્યવાહી નહી કરી અને 10000 ની લાંચ માંગી હતી.

ટ્રક ચાલકે સ્થળ પર 2500 રૂપિયા આપ્યા હતા બાકીના રૂ 7500 બીજા દિવસે આપી જવા જણાવી જતા રહયા હતા. જે રૂપિયા બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા ફોન કરી 7500 રૂપિયાની ઉઘરાણી કરતા હતા બીજી તરફ ચાલકે રૂપિયા આપવાનું મંજુર ન હોય ટેલીફોનિક પુરાવા આપી ટ્રાફિક પોલીસ વિરુદ્ધ 4 .4.21 ના એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

તાપી એસીબી એ તપાસ હાથ ધરતા પોલીસકર્મી એ ટેલીફોનીક ઉઘરાણી કરી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી રૂ 10000 ની લાંચની માંગણી કરેલ હોવાનું ફલીત થયેલ હોય જે આધારે સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે .સુરતનાએ આપતા આરોપી હેમંત ચૌધરી વિરૂધ્ધ તાપી એ.સી.બી. પો.સ્ટે ગુનો નોંધાવ્યો હતો.

જે ગુનાની તપાસ કરતા એસીબી પીઆઇ એસ.એચ.ચૌધરી એ સદર ગુનાના આરોપી હેમંતભાઇ શંકરભાઇ ચૌઘરી , આ.પો.કોન્સ . તાપી જીલ્લા ટ્રાફીક શાખા , વર્ગ- 3 , (રહે . બી / 1 , રૂમ- 19 , પોલીસ લાઇન કાનપુરા વ્યારાની શુક્રવાર ના રોજ અટક કરી આગળની કાર્યવાહીં હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...