તાપીના નિઝર તાલુકામાં આવેલ વેલ્દા ગામમાથી પાસર થતી સેવાળી નદીના કિનારે આવેલ વેલ્દા ગામના જલારામ નગર ફળિયામાં કે ગામના અનેક નદી કિનારાના વિસ્તારોમા કાચા પાકા ઘરો બનાવીને વસવાટ કરતાં લોકોને આવનાર સમયમાં ભારે વરસાદ પડે તો ગામની વચ્ચેથી પસાર થતી સેવાળી નદીમાં પાણીનું વહેણ અચાનક વધારે આવી જાય તો જલારામ નગર તેમજ વેલ્દાના નદી કિનારે આવેલા ફળિયાના લોકો ઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.
વેલ્દા ગામની વચ્ચેથી પસાર થઈ રહેલી સેવાળી નદીના કિનારે સુરક્ષા દિવાલ બનાવવા માટે વેલ્દા ગામના જાગૃત નાગરીક દ્વારા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ખાતે વાંરવાર રજૂઆત કરવા છતા આજ દિન સુધી વહિવટી તંત્ર દ્વારા સુરક્ષા દિવાલ બનાવમાં તજવીજ હાથ ધરી નથી શુ ? જવાબદાર અધિકારીઓ વેલ્દાના નદી કિનારે વસવાટ કરતા લોકોને પુર અસરગ્રસ્ત થવાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહયુ છે.
ગામમાં નદી કિનારે મોટા ભાગના આદિવાસી લોકો કાચા મકાનો બનાવીને વસવાટ કરે છે.જે લોકો મોટા ભાગે મજૂરી કરીને કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. ભારે વરસાદ પડે તો વેલ્દાની વચ્ચેથી પસાર થતી નદીમાં પાણી વહેણ વધુ આવી જાય તો વેલ્દા ગામના લોકોના ઘરોમાં પાણી ભરાવાનું ભય લાગી રહ્યો છે.
એક જગ્યાએ સુરક્ષા દિવાલ બનાવાય છે
આ બાબતે વેલ્દા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીક્રમ મંત્રી દિનેશભાઈ કોળીનું ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે વેલ્દા ગામમાં નદી કિનારે સુરક્ષા દિવાલ બનવવા માટે ગ્રામ પંચાયત તરફથી સિંચાઇ વિભાગ ને લેખિતમાં જણાવ્યું છે અને એક જગ્યાએ સિંચાઈ વિભાગ દ્વારા સુરક્ષા દીવાલ બનાવામાં પણ આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.