તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:વ્યારામાં કોવિડ હોસ્પિટલે પરિવારને મૃતદેહ સોંપી દીધો, પૌત્રએ જઈને જોયું તો દાદા બેડ પર આરામ કરતા હતા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેડ પર આરામ કરી રહેલા ધીરજભાઈ નરોત્તમભાઈ પંચોલી. - Divya Bhaskar
બેડ પર આરામ કરી રહેલા ધીરજભાઈ નરોત્તમભાઈ પંચોલી.
  • પરિવારજનોએ પેક મૃતદેહનું મોઢું જોયું તો ગંભીર બેદરકારીનો ભાંડો ફૂટ્યો

વ્યારા કોવિડ હોસ્પિટલમાં જીવીત દર્દીને મૃત જાહેર કરી મોટો છબરડો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

તાપી જિલ્લા જનરલ હોસ્પિટલમાં શનિવારે સવારે વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં રહેતા ધીરજભાઈ નરોત્તમભાઈ પંચોલી (72) નામના વ્યક્તિની તબિયત લથડતા તેમને પહેલા અન્ય હોસ્પિટલમાંથી વ્યારાની કોવિડ હોસ્પિટલમાં 11 કલાકે દાખલ કર્યા હતા. થોડા જ સમયમાં હોસ્પિટલમાંથી પરિવારજનોને ફોન આવ્યો હતો કે ધીરજભાઈની તબિયત વધુ લથડી ગઈ છે, જેથી જલ્દી આવો અને પછી હોસ્પિટલ પહોંચતા તેઓનું અવસાન થયું હોવાનું કહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમજ હોસ્પિટલે મૃતદેહ પણ સોંપી દીધો હતો. જો કે પૌત્રએ હોસ્પિટલમાં જઈને જોયું તો દાદા આરામ કરતા જોવા મળ્યા હતા.

હોસ્પિટલની ગંભીર બેદરકારીથી રોષે ભરાયેલા પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો હતો.
હોસ્પિટલની ગંભીર બેદરકારીથી રોષે ભરાયેલા પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો હતો.

ચહેરો જોતા અન્યનો મૃતદેહ હોવાનો ખુલાસો થયો
​​​​​​​
હોસ્પિટલે મૃતકની લાશને કિટ પહેરાવી પેક કરીને આપી હતી. જોકે સ્વજનો દ્વારા ચેહરો જોવા જતાં લાશ બીજા કોઈની હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ સ્વજનોએ તપાસ કરતા જાણવા મળ્યું કે ધિરજભાઈ જીવિત છે અને તેઓ વોર્ડમાં બેઠા છે, જેથી પરિજનો અને સંબંધીઓએ હોસ્પિટલની બેદરકારી બદલ આપો ગુમાવી હોસ્પિટલમાં હલ્લો મચાવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલે પોતાની ભૂલ સ્વિકારી કસુરવારોને તુરંત અન્ય જગ્યા પર બદલી દેવાની વાત કરી હતી.

વ્યારામાં કોવિડ હોસ્પિટલમાં લાશ બાબતે જે હંગામો મચ્યો હતો. તે લાશ આજે સવારે કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લેવાયેલા નિઝરના વાંકા ગામના રતનભાઈ શામભાઈ પટેલ(89)ની હોવાનું બહાર આવ્યું હતે તેમના પુત્ર ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું.

લાશ ચેક ન કરી હોત તો સત્ય ખુલ્યું ન હોત
દાદાની તબિયત બગડતા તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા,જ્યાં તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ડોક્ટર જણાવ્યું હતું કે હાલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેમને વોર્ડમાં માટે રાખવામાં આવ્યા છે. દાખલ થયેલા થોડા જ સમયમાં આજે તમારા સ્વજનની તબિયત વધુ બગડી ગઈ છે.

નિઝરના વૃદ્ધ રતનભાઈ પટેલનો મૃતદેહ
નિઝરના વૃદ્ધ રતનભાઈ પટેલનો મૃતદેહ

તાત્કાલિક હોસ્પિટલ પર આવો એવું જણાવતાં હોસ્પિટલ પર આવ્યા હતા ત્યાં તો દાદાનો મૃત્યુ નિપજયું હોવાનું જણાવ્યુ હતુ. સાથે કેસ પેપર સહીઓ કરવાની છે. એમ કહી તેમને મૃતકની નામની ચિઠ્ઠી આપી હતી અને સ્વજનની લાશ લઈ જવા જણાવ્યું હતું કે અમે લાશનો ચેહરો ચેક કરવા ગયા. ત્યારે સમગ્ર વિગત બહાર આવી હતી તપાસ કરતા ધીરજદાદા સહી સલામત બેઠા હતા અને મરનાર વ્યક્તિ બીજા કોઈ હતા. હોસ્પિટલમાં ગંભીર બેદરકારીએ હમારા પરિવારની મુશ્કેલીઓ વધારી હતી. : આકાશ પંચોલી, પૌત્ર, કાનપુરા

​​​​​​​

કામના ભારણના કારણે સ્ટાફ દ્વારા ગંભીર બેદરકારી કરી દેવાતા આ પરિસ્થિતિ ઉભી થઈ હતી
કામના ભારણના કારણે સ્ટાફ દ્વારા ગંભીર બેદરકારી કરી દેવાતા આ પરિસ્થિતિ ઉભી થઈ હતી

​​​​​​​​​​​​​​​​​​​​​એક જ સમયે બે દર્દી આવતા આ ભૂલ થઇ, જેનું અમને દુ:ખ છે
કોવિડ હોસ્પિટલના સવારે એક જ સમયે બે પેશન્ટ આવ્યા હતા. કામના ભારણના કારણે સ્ટાફ દ્વારા ગંભીર બેદરકારી કરી દેવાતા આ પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ પ્રકરણને લઇને તાત્કાલિક તમામ સ્ટાફને ત્યાંથી હટાવી દેવાયા છે અને નવા સિનિયર લોકોને કોવિડ વોર્ડમાં મૂકી દેવાયા છે. સમગ્ર પ્રકરણની જવાબદારી સ્વીકારી ભૂલ સ્વીકારી દુઃખ વ્યક્ત કરુ છુ. > ડો.નૈતિક ચૌધરી, ઇન્ચાર્જ સિવિલ સુપ્રીટેન્ડન્ટ, વ્યારા સિવિલ

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો