તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ઘાટન:વ્યારાના નવા પોલીસ મથક સાથે નાઈટ પ્રક્રિયા પણ ઝડપી બનશે : IG

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે નવું નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સુરત રેજ આઈજી ડો. એસપી રાજકુમાર પાંડિયાનના હસ્તે 1.40 કરોડના ખર્ચે બનેલા નવ નિર્મિત પોલીસ મથક ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ વડા એન .એન.ચૌધરી સહિત વિવિધ અધિકારીઓ અને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

1.40 કરોડના ખર્ચે બનેલું આ પોલીસ ભવન તમામ સુવિધાઓથી સજ્જ
તાપી જિલ્લાના વ્યારા ખાતે નવનિર્મિત વ્યારા પોલીસ ભવનના ઉદ્ઘાટન પ્રસંગમાં રેન્જ આઇજી ડોક્ટર એસ.પી. રાજકુમાર અને જિલ્લા પોલીસ વડા એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં વિવિધ સુવિધાઓ સાથે અત્યંત જરૂરી એવા જુના પોલીસ મથકોને આધુનિક કરવા જરુરી હતા. વ્યારા ખાતે નવા પોલીસ મથકમાં આધુનિકતાની સાથે ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે .પ્રજાઓને પણ વિવિધ સુવિધાઓમાં વધારો મળશે જેથી કાર્યપદ્ધતિ પણ સરળ બનશે. અંદાજિત 1.40 કરોડના ખર્ચે બનેલું આ પોલીસ ભવન તમામ સુવિધાઓથી સજ્જ છે. આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઈ ગામીત તેમજ વ્યારાના ધારાસભ્ય પુનાજીભાઇ ગામીત વ્યારા નગરપાલિકાના પ્રમુખ મહેરનોજ જોખી સહિત વિવિધ પોલીસ અધિકારીઓ અને તાપી જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...