વ્યારા નગર ખાતે રહેતા એક વ્યક્તિએ વાલોડમાં પ્લોટ ખરીદી કર્યો હતો.જે પ્લોટમાં અગાઉ સિનેમા હોલ નું બાંધકામ થયું હતું તે તોડી પાડી જમીનમાં એને હેતુફેર કરવા માટે નું આયોજન કર્યું હતું.જે કામ કરવા માટે વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં જુનિયર ક્લાર્ક દ્વારા 60 હજાર રૂપિયાની માગણી કરી હતી વ્યક્તિ દ્વારા સુરત એ.સી.બી નો સંપર્ક કર્યો હતો અને જુનિયર ક્લાર્કને 60 હજાર રૂપિયાની રકમ લેતા રંગેહાથ એસીબીમાં પકડાવી દેતા જે પ્રકરણ સ્પેશિયલ એસીબી કોર્ટ વ્યારા માં આજે ચાલ્યું હતું.
જેમાં આરોપી જુનિયર ક્લાર્કને ત્રણ વર્ષની કેદ અને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ નામદાર જજ દ્વારા કરાયો હતો.વ્યારા નગરમાં માલીવાડમાં એક ઇસમ તેમના પરિવાર સાથે રહે છે તેમણે વર્ષ 2009 માં વાલોડ ખાતે એન એ થયેલી જમીન નો પ્લોટ લીધો હતી.જેમાં પ્લોટ માં અગાઉ સિનેમા હોલ નું બાંધકામ હતું તે બાંધકામ તોડી પાડવા માટે અને આ જમીનમાં એને હેતુફેર કરી રહેણાંકના પ્લોટ માટેનું આયોજન કરવા નક્કી કર્યો હતો.જે માટે જમીન મલિક ઈસમ દ્વારા હેતુફેર કરવા એન એ અરજી કરાઈ હતી.
જે એન. એ હેતુફેર રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીની કચેરી માં કામકાજ કરતા વાલોડ તાલુકા પંચાયત ના જુનિયર ક્લાર્ક દીપકભાઈ કાશીરામ પાલવે પાસે આવ્યો હતો. જેથી ઈસમ દ્વારા દિપક પાલવે ને મળી એન. એ નો રિપોર્ટ માગ્યો હતો જેમણે કહ્યું કે 60 હજાર રૂપિયા આપો તો તમને જલ્દી કામ થઈ જશે.જેથી માલીક ઈસમ ને પૈસા આપવા મંજૂર ન હતા એમણે સુરત એ.સી.બી કચેરીમાં જઇ ફરિયાદ કરી હતી .
જેને લઇને ગત 13 2 2013 ના રોજ વાલોડ મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત કચેરીમાં જુનિયર ક્લાર્ક દીપકભાઈ કાશીરામ પાલવે 60 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના ના ઈન્ચાર્જ પીઆઈ એલ. બી. ઝાલા અને ટીમ હસ્તે પકડાઈ ગયા હતા.સમગ્ર પ્રકરણ સ્પેશિયલ એસીબી કોર્ટ વ્યારા ખાતે ચાલવા પર આવતા સરકાર તરફે એ.પી.પી સમીરભાઈ પંચોલીની ધારદાર દલીલ અને પૂરતા પુરાવાઓ ધ્યાને રાખી નામદાર જજ દ્વારા આરોપી દીપક કાશીરામ પાલવે ને ત્રણ વર્ષની કેદની સજા અને 50.000 નો દંડ ફટકારતો હુકમ કરી ને લઈને લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.